SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ सञ्चितादृष्टनाशाय क्रियावश्यकता અધ્યાત્મોપનિષત્પકરણ-૩/૨૨ જ્ઞાનમેવોપતિ પૂર્વપક્ષીરા : ૨/૨ ઉત્તરપક્ષયતિ “સત્યમ'તિ | सत्यं क्रियागमप्रोक्त्ता ज्ञानिनोऽप्युपयुज्यते । सञ्चितादृष्टनाशार्थमासुरोऽपि यदभ्यघात् ॥२०॥ अपेक्षाविशेषेण क्रियातो ज्ञानस्य बलाधिकत्वमभ्युपगम्य विशेषद्योतनाय 'सत्यमि' त्युक्तम् । यद्यप्यत्र -> क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतस्स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥ (नयोपदेश-१३०) इति वक्तुं शक्यते तथापि प्रकारान्तरेणाऽऽह ज्ञानिनोऽपि = तत्त्वज्ञानिनोऽपि सञ्चितादृष्टनाशार्थ = पूर्वबद्धसदनुदितादृष्टविनाशाय आगमोक्ता = सदागमप्रतिपादिता क्रिया उपयुज्यते = आवश्यकतामुपैति । यत् = यस्मात् कारणात् आसुरोऽपि अभ्यधात् = कथयामास ॥३/२०॥ જોન માસુર નિવેતિ – “તપુરસ્ય’ તિ, “નવચ્ચે રિ ૧ | तण्डुलस्य यथा चर्म यथा ताम्रस्य कालिका । नश्यति क्रियया पुत्र ! पुरुषस्य तथा मलम् ॥२१॥ આમ ક્રિયા કરતા અધિક બળવાન હોવાના કારણે સમગૂ જ્ઞાન જ આદરણીય છે, ક્રિયા નહિ. <– આ પ્રમાણે પૂર્વપક્ષનો આશય છે. (૩/૧૯) ઉત્તરપક્ષ રજુ કરતા ગ્રંથકારથી ફરમાવે છે કે – લોકાર્ચ - તમારી વાત બરોબર છે, પરંતુ શાસ્ત્રમાં જણાવેલી ક્રિયા સંચિત અદટના નાશ માટે જ્ઞાનીને પણ ક્રિયા ઉપયોગી છે. આસુર નામના મહર્ષિએ જણાવેલ છે કે [આગળના શ્લોકમાં આવશે.] a સંચિત અદષ્ટના નાશ માટે ક્રિયા જરૂરી : ઢીકાર્ચ - અપેક્ષાવિશેષથી ક્રિયા કરતા જ્ઞાન અધિક બળવાન છે - આવી વાત સ્વીકારીને વિશેષ અર્થ જણાવવા માટે ગ્રંથકાર શ્રી “સત્યમ્' શબ્દનો પ્રયોગ કરેલ છે. જો કે – “કિયા જ પુરૂષને ફળ આપનાર છે શાન ફળ આપનાર નથી, કારણ કે સ્ત્રી અને ભય પદાર્થને ભોગવવાની ક્રિયાને કેવળ જાણનારો જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. પરંતુ તેને સુખ મેળવવા માટે ક્રિયા કરવી પડે છે." - આ પ્રમાણે જ્ઞાન કરતાં કિયા અધિક બળવાન છે તેમ જણાવી શકાય છે. છતાં પણ અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે કે – તત્ત્વજ્ઞાનીને પણ સંચિત = પૂર્વ કાળે બાંધેલ અને વર્તમાનમાં સત્તામાં રહેલ પરંતુ ઉદયમાં નહિ આવેલા એવા કર્મનો નાશ કરવા માટે પરિશુદ્ધ આગમમાં જણાવેલી ક્રિયા આવશ્યક બની જાય છે. કારણ કે આસુર નામના ઋષિએ પણ જણાવેલ છે કે (૩/૨૦). આસુર ઋષિના વચનને જ ગ્રંથકારશ્રી બે શ્લોક દ્વારા જણાવે છે. લોકાર્થ :- હે પુત્ર ! જેમ કિયાથી તસ્કુલના ફોતરા દૂર થાય છે, તાંબાની કાળાશ જેમ ક્રિયાથી દૂર થાય છે, તેમ આત્માનો મેલ ક્રિયાથી નાશ પામે છે. જેમ તઠ્ઠલના ફોતરા સ્વાભાવિક હોવા છતાં પણ નાશ પામે છે તેમ જીવન કર્મમળ સ્વાભાવિક હોવા છતાં પણ ક્રિયા દ્વારા અત્યંત નાશ પામે છે. તેમાં કોઈ સંદેહ નથી. માટે હે પુત્ર ! ઉદ્યમવાળો થા. (૩/૨૧-૨૨)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy