SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ क्रियायाः प्रयोजनद्वैविध्यम् ૨૯૨ અધ્યાત્મોપનિષત્પ્રકરણ तदविनाभाविभावविशुद्धिविशेषलक्षणो वा क्षायोपशमिकभावोऽधिकृतः । क्वचिच्चरमावर्त्तिजीवक्रियायां विद्यमानः स्वर्गयशःप्राप्तिप्रभृतिप्रयोजनलक्षण औदायिकभावस्तु बाध्यमानत्वेनाऽविघ्नकरोऽवगन्तव्यः । मुनीनान्तु प्रायशः सदैवानन्तानुबन्ध्यादिक्रोधादिह्रासलक्षणस्तदविनाभाविभावविशुद्धिविशेषलक्षणो वा क्षायोपशमिकभावो पञ्चाचारकलापगतोऽङ्गीकर्तव्य इत्यादिकमागमानुसारेण विभावनीयमत्र । कङ्कटुकस्थानीयैः विनयरत्नादिभिस्तु न चरमावर्तकालीनसहजमलह्रासलक्षणे क्षायोपशमिके भावे वर्तमाने क्रिया कृता किन्तु मुख्यतया औदयिके भावे वर्तमाने । ततश्च न तया व्यभिचारः । क्षायोपशमिकभावे सति कृतया सत्क्रियया प्रथमं शुभभावजननेऽपि भवितव्यता-निकाचितकर्मादितः कदाचित् योगी शुभभावाद् भ्रश्येत् । किन्तु पतितस्यापि नन्दिषेणादेरिव तद्भावप्रवृद्धिः = प्राक्तनक्षयोपशमभावकालीन-सत्क्रियाजन्यशुभानुबन्धात् पूर्वप्राप्तशुभभावानां प्रकर्षेण वृद्धिः पुनः जायते । ભાવવિશુદ્ધિ સ્વરૂપ ક્ષાયોપમિક ભાવમાં રહીને કરી ન હતી પણ ઔદિયક ભાવમાં રહીને કરી હતી. તેથી ઔદિયકભાવમાં રહીને ક્રિયા કરવા છતાં પણ શુભ ભાવ ન પ્રગટે તો પણ અમે જણાવેલ ઉપરોક્ત વાતને કોઈ બાધા પહોંચતી નથી. અમે તો એમ કહીએ છીએ કે ક્ષાયોપમિક પરિણામમાં રહીને જે ક્રિયા કરવામાં આવે તેનાથી પૂર્વે અપ્રગટ એવો શુભ ભાવ પ્રગટે છે. વિનયરત્ન અભવ્ય હતો, અને રાજાનું ખૂન કરવાના આશયને કેન્દ્ર સ્થાનમાં રાખીને દીક્ષા લીધેલી અને પાળી હતી. અભવ્ય, અચરમાવર્તી જીવો વગેરે ક્યારેક ધર્મ ક્રિયા કરે તો પણ તેના કેન્દ્રસ્થાનમાં સત્તા, સંપત્તિ, સૌંદર્ય, શરીરસ્વસ્થતા, સ્વર્ગ વગેરે ઔદયિક- સાંસારિક ભાવ હોય છે. અને પરિધિના સ્થાનમાં (= ગૌણરૂપે) પણ ક્ષાયોપથમિક ભાવ હોતા નથી. ચરમાવર્તમાં પ્રવેશ કરેલા જીવને પ્રારંભમાં ધર્મક્રિયામાં સ્વર્ગ, યશકીર્તિ, લબ્ધિ વગેરે ઔયિક ભાવ કેન્દ્રમાં હોય છે અને ગુણીનું બહુમાન, પાપ ભય, ધર્મશ્રદ્ધા વગેરે ક્ષાયોપથમિક ભાવો પરિધિના સ્થાનમાં (= ગૌણ) હોય છે. ગ્રંથિ દેશની નજીક આવેલ ચરમયથાપ્રવૃત્તકરણવાળા ચરમાવર્તી જીવને તેમ જ સમકિતથી જીવને કેન્દ્રસ્થાનમાં ગુણીબહુમાન, પાપભય, ભગવદ્ભક્તિ, સાધુસેવા વગેરે ક્ષાયોપશમિક ભાવ કેન્દ્ર સ્થાનમાં હોય છે અને પરિધિના સ્થાનમાં ક્યારેક સ્વર્ગ, સંપત્તિ, સ્વાસ્થ્ય, સૌંદર્ય, સત્તા વગેરે હોય છે. સાધુને કેન્દ્રસ્થાનમાં અને પરિધિના સ્થાનમાં પ્રાયઃ ક્ષાયોપથમિક એવા સદ્ગુણો જ હોય, બાહ્ય સૌંદર્ય વગેરે નહિ. ૐ ક્ષાયોપશમિક ભાવની ક્રિયા પડેલા ભાવને જગાવે ક્ષાયો॰ । સદ્ગુણને કેન્દ્રસ્થાનમાં રાખવા સ્વરૂપ ક્ષાયોપમિક ભાવમાં રહીને જે સદનુષ્ઠાન કરવામાં આવે છે તેનાથી સૌપ્રથમ શુભ ભાવ ઉત્પન્ન થાય છે, છતાં પણ ભવિતવ્યતા ની વક્રતા તેમ જ નિકાચિત કર્મ વગેરેના વાંકથી ક્યારેક યોગી શુભ પરિણામની ધારાથી ભ્રષ્ટ થાય છે. આવું બનવા છતાં પણ મંદિષણ વગેરેની જેમ સંયમપતિત જીવોના પૂર્વપ્રાપ્ત શુભ ભાવો પ્રકૃષ્ટ રીતે ફરીથી વૃદ્ધિને પામે છે. કારણ કે તેવા જીવોમાં પૂર્વકાલીન ક્ષયોપશમ ભાવની અવસ્થામાં વિધિ-આદર-યતના-બહુમાનથી થયેલી ધર્મક્રિયાથી ઉત્પન્ન થયેલા શુભ અનુબંધ વિદ્યમાન છે. નિકાચિત કર્મનો ઉદય ખસી જતાં તે શુભ અનુબંધ શુભ અધ્યવસાયની ધારા પ્રગટાવવા માટે સમર્થ બને છે. પ્રામાણિકપણે ધર્મની આરાધના કરેલ હોવાથી તેમ જ પોતાના અવળા પુરૂષાર્થથી નહિ પરંતુ કેવલ કર્મની વિચિત્રતાથી સાધનાથી ચુત થયેલા જીવો પતિત અવસ્થામાં પણ ઉપાસનામાર્ગ પ્રત્યે અહોભાવ અને ઝંખના ટકાવી રાખે છે. આમ આત્મસાક્ષીએ પૂર્વે કરેલ ધર્મક્રિયા જીવને શુભ અનુબંધ દ્વારા ફરીથી નિર્મળ અધ્યવસાયના ઉદ્યાનમાં પહોંચાડી દે છે. અષાઢાભૂતિ, નંદિષેણ, રહનેમિ, આર્દ્રકુમાર, ઇલાચિકુમાર વગેરેના આ ભવ અને પૂર્વ ભવના જીવનને વિચારવાથી પૂર્વોક્ત હકીકત સારી રીતે સમજી
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy