SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષદ્ઘકરણ ૨૩૬ → ૐ ‘ì માયા' સૂત્રવિષા: यम् । मण्डलब्राह्मणोपनिषदि अपि यस्य सङ्कल्पनाशः स्यात्तस्य मुक्तिः करे स्थिता ←← (२/ ३) इत्युक्त्या द्वैताभानेऽद्वैतभावो द्योतितः । रुद्रहृदयोपनिषदि अपि चिदेकत्वपरिज्ञाने न शोचति न मुह्यति । अद्वैतं परमानन्दं शिवं याति तु केवलम् ॥ ←- (૪૬) તુમ્ । મેવામિપ્રેસ > ‘एगे आया' (१/२) इति स्थानाङ्गसूत्रमपि सङ्गच्छते । यद्यपि जन्म - मृत्यु-बन्ध - मोक्षादिव्यवस्थात आत्मनां नानात्वमभिमतमेव तथाप्युपयोगरूपैकलक्षणत्वादात्मैक्यमङ्गीक्रियतेऽनेकान्तवादिभिः । अखिलकर्ममलक्षये शुद्धात्मत्वापेक्षमात्मैक्यं कर्मोदयप्रयुक्तपर्यायानवभासे वाऽऽत्माद्वैतमनुभूयमानमत्र निश्चयतः प्रतिपिपादयिषितमित्यस्माकमाभाति । यद्वा स्वस्यैव स्वनिष्ठितत्वादचेतनस्य कस्याप्यात्मनिष्ठत्वविरहेणाऽऽत्मैक्यमनेकान्तवादिभिः कक्षीक्रियते । यथा वृक्ष-मार्ग-पथिकादिनां सत्त्वेऽपि ज्ञायमानत्वेपि चैकाकिनः पथि गच्छतः पान्थस्य ' अहमेक एवेत्यनुभवो વિચાર કરવાને ઈચ્છે છે. આત્મવિચારથી માયાનો અવિદ્યાનો નાશ થાય ત્યારે અદ્વિતીય પૂર્ણસ્વરૂપ પોતે જ બાકી રહે છે. — આ વાતને સક્રિય રીતે સુજ્ઞ સાધકે વિચારવી. માત્ર આ વાંચીને આગળનું વાંચવા ઉતાવળ ન કરવી. = - આ મણ્ડલબ્રાહ્મણ ઉપનિષમાં પણ > જેના સંકલ્પનો નાશ થયેલો છે તેનો મોક્ષ તેના હાથમાં રહેલો છે. — આવું કહેવા દ્વારા ચૈતનું ભાન ન થાય ત્યારે જ અદ્વૈતભાવ પ્રકાશિત થાય છે - એવું જણાવ્યું છે. <← રૂદ્રહૃદયોપનિષદુમાં પણ દર્શાવેલ છે કે ——> કેવલ ચિત્તના સ્વરૂપનું પરિપક્વ જ્ઞાન થાય ત્યારે આત્મા શોક કરતો નથી કે મૂંઝાતો નથી. તે કેવલ અદ્વૈત પરમાનંદ શિવસ્વરૂપને જ પ્રાપ્ત કરે છે. ←આ જ વિશુદ્ધ યોગસિદ્ધ અવસ્થા છે. કર્મ દૂર થયા બાદ એક અદ્વિતીય બ્રહ્મ તત્ત્વ જ બાકી રહે છે. જ અભિપ્રાયથી ‘આત્મા એક છે.’ આવું સ્થાનાંગસૂત્ર પણ સંગત થાય છે. જો કે કોઈક જન્મે છે તે જ સમયે કોઈક મૃત્યુ પણ પામતો હોય છે, કોઈક કર્મથી બંધાતો હોય છે તે વખતે કોઈક કર્મને કેવળ છોડતો હોય છે. તેથી જો આત્મા એક જ હોય તો એકના મૃત્યુમાં સર્વનું મૃત્યુ અને એકની મુક્તિ થતાં સર્વની મુક્તિ થઈ જાય. કોઈ સંસારી ન રહે. પરંતુ આવું માનવામાં દૃષ્ટ-ઈષ્ટ વિરોધ આવે છે. આમ જન્મમરણ, બંધ-મોક્ષ વગેરે વ્યવસ્થાને અનુસરીને આત્માઓ અનેક છે એવું જૈનદર્શનકારોને ઈષ્ટ જ છે, છતાં પણ બધા જ જીવોનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગલક્ષણ દ્વારા સર્વ જીવનો સંગ્રહ થઈ જાય છે. તેથી ઉપયોગસ્વરૂપ એક લક્ષણની અપેક્ષાએ = સામાન્ય ધર્મની વિવક્ષાએ ‘આત્મા એક છે.' - આવું અનેકાન્તવાદીઓ સ્વીકારે છે. પ્રસ્તુતમાં સર્વ કર્મમલનો નાશ થવાથી સિદ્ધ પરમાત્માઓમાં રહેલા શુદ્ધ આત્મત્વ ધર્મની અપેક્ષાએ અભેદનું પ્રતિપાદન કરવાને ઈષ્ટ છે અથવા તો સદેહ આત્મજ્ઞાનીઓને કર્મના ઉદયના કારણે આવતા પર્યાયોનું જ્યારે ભાન થતું નથી ત્યારે કેવળ એક, અદ્વિતીય આત્માનું જ ભાન થાય છે આવું પ્રતિપાદન કરવું નિશ્ચય નયથી અભિમત છે. આ પ્રમાણે અમને જણાય છે. તે યદ્વા. । અથવા એમ પણ કહી શકાય કે પોતે જ પોતાનામાં રહે છે. કોઈ પણ જડ પદાર્થ ચેતનમાં રહેતો નથી, ચેતનની માલિકીમાં નથી. આત્મા પોતે એકલો જ છે. આ અભિપ્રાયથી ‘આત્મા એક છે' એવું અનેકાન્તવાદી સ્વીકારે છે. જેમ વૃક્ષ, રસ્તો, મુસાફરો વગેરે પારમાર્થિક હોવા છતાં પણ અને બધા પદાર્થ જણાતા હોવા છતાં પણ માર્ગમાં જે મુસાફર એકાકી જતો હોય તેને કોઈ પ્રશ્ન પૂછે કે ‘તમે એકલા છો ?' તો તેના જવાબમાં તે કહે છે કે ‘હા, હું એકલો જ છું.' કોઈ ન પૂછે તો પણ ‘હું આ બધાની વચ્ચે એકલો છું' આવી પ્રતીતિ તે એકાકી મુસાફરને થાય છે. બરાબર તે જ રીતે સર્વ જડ - -
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy