SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ મૂળગાથા - શબ્દાર્થ પૃથ્વીની નીચે મધ્યભાગે જ ઘનોદધિ વગેરેના પિંડનું પરિમાણ કહ્યુ છે, ત્યાર પછી ક્રમશઃ વલયના પરિમાણ સુધી ઘટે છે. (૨૧૪) તીસ પણવીસ પન્નરસ, દસ તિન્નિ પણ એગ લક્ખાઇ । પંચ ય નરયા કમસો, ચુલસી લક્ખાઈ સત્તસુ વિ ॥૨૧૫ા ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૫ ન્યૂન ૧ લાખ અને પાંચ નરકાવાસો ક્રમશઃ સાત પૃથ્વીઓમાં છે. સાતેમાં ૮૪ લાખ નરકાવાસ છે. (૨૧૫) તેરિક્કારસ નવ સગ, પણ તિન્નિગ પયર સગ્વિગુણવન્તા । સીમંતાઈ અપ્પઈ-ઠાણંતા ઇંદયા મજ્યે ॥૨૧૬॥ સાત પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૧ પ્રતરો છે. કુલ ૪૯ પ્રતર છે. તેમની વચ્ચે સીમન્તકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધીના ઇન્દ્રક નરકાવાસ છે. (૨૧૬) તેહિંતો દિસિવિદિસિં, વિણિગ્ગયા અઢ નિરયઆવલીયા । પઢમે પયરે દિસિ, ઈગુણવન્ત વિદિસાસુ અડયાલા ॥૨૧૭। બીયાઇસુ પયરેસુ, ઇગ ઇગ હીણા ઉ હુન્તિ પંતીઓ । જા સત્તમમહીપયરે, દિસી ઇક્કિક્કો વિદિસિ નત્ચિ ॥૨૧૮ તે ઇન્દ્રક નરકાવાસોથી દિશા-વિદિશામાં નરકાવાસોની ૮ આવલિઓ નીકળેલી છે. પહેલા પ્રતરમાં દિશામાં ૪૯ અને વિદિશામાં ૪૮ નરકાવાસ છે. બીજા વગેરે પ્રતોમાં પંક્તિઓ ૧૧ હીન નરકાવાસવાળી છે, યાવત્ સાતમી પૃથ્વીના પ્રતરમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. (૨૧૭-૨૧૮)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy