SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ મૂળગાથા - શબ્દાર્થ તાઓ સળંકુમારાણેવં, વજ્રન્તિ પલિયદસગેહિં । જા બંભ-સુક્ક-આણય-આરણ દેવાણ પન્નાસા ||૧૭૧|| સૌધર્મમાં અપરિગૃહીતા દેવીઓના છ લાખ વિમાનો છે. જે દેવીઓની સ્થિતિ ૧ પલ્યોપમથી માંડીને સમયાધિક યાવત્ ૧૦ પલ્યોપમ સુધીની છે તેઓ સનકુમાર દેવોને યોગ્ય છે. એમ ૧૦૧૦ પલ્યોપમ વધતા ક્રમશઃ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત સુધીના દેવોને યોગ્ય છે, યાવત્ ૫૦ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ આરણ દેવોને યોગ્ય છે. (૧૭૦, ૧૭૧) ઈસાણે ચઉલક્ખા, સાહિયપલિયાઈ સમયઅહિયઠિઈ । જા પન્નર પલિય જાસિં, તાઓ માહિંદદેવાણં ૧૭૨ એએણ કમેણ ભવે, સમયાહિય પલિયદસગવુઠ્ઠીએ । લંત-સહસ્સાર-પાણય-અચ્ચય-દેવાણ પણપન્ના ॥૧૭૩॥ ઈશાનમાં અપરિગૃહીતા દેવીઓના ચાર લાખ વિમાનો છે. સાધિક પલ્યોપમથી માંડીને સમયાધિક યાવત્ ૧૫ પલ્યોપમ સુધીની જેમની સ્થિતિ છે તે દેવીઓ માહેન્દ્રના દેવોને યોગ્ય છે. એ ક્રમે સમયાધિક યાવત્ ૧૦ પલ્યોપમની વૃદ્ધિ કરતા ક્રમશઃ લાંતક, સહસ્રાર, પ્રાણતના દેવોને યોગ્ય છે, યાવત્ ૫૫ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ અચ્યુત દેવોને યોગ્ય છે. (૧૭૨, ૧૭૩) કિđા નીલા કાઊ, તેઊ પમ્હા ય સુક્ક લેસ્સાઓ । ભવણવણ પઢમ ચઉ લેસ, જોઈસ કપ્પદુગે તેઊ ॥૧૭૪॥ કપ્પતિય પમ્હલેસા, લંતાઈસુ સુક્કલેસ હન્તિ સુરા | કણગાભ પઉમકેસર, વશા દુરુ તિસુ ઉવરિ ધવલા ॥૧૭૫॥ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ- આ છ લેશ્યાઓ છે. ભવનપતિ અને વ્યન્તરને પહેલી ચાર લેશ્યા હોય છે. જ્યોતિષ
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy