SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મૂળગાથા - શબ્દાર્થ નરપંચિંદિયતિરિયાણુપ્પત્તી, સુરભવે ૫જ્જત્તાણું । અજ્ઞવસાયવિસેસા, તેસિં ગઈતારતમ્યું તુ 1198911 પર્યાપ્ત મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્પત્તિ દેવલોકમાં થાય છે, પણ અધ્યવસાયવિશેષથી તેમની ગતિમાં તારતમ્ય હોય છે. (૧૪૭) નર તિરિ અસંખજીવી, સબ્વે નિયમેણ જંતિ દેવેસુ । નિયઆઉયસમહીણા-ઉએસુ ઈસાણઅંતેસુ ॥૧૪૮ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા બધા મનુષ્યો-તિર્યંચો નિયમા પોતાના આયુષ્યની સમાન કે ઓછા આયુષ્યવાળા ઈશાન સુધીના દેવલોકમાં જાય છે. (૧૪૮) જંતિ સમુચ્છિમતિરિયા, ભવણવણેસુ ન જોઈમાઈસુ । જં તેસિં ઉવવાઓ, પલિયાસંખંસઆઉસુ ।।૧૪૯ા સંમૂર્ચ્છિમ તિર્યંચો ભવનપતિ અને વ્યન્તરમાં જાય છે, જ્યોતિષ વગેરેમાં નહીં, કેમકે તેમની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. (૧૪૯) બાલતવે પડિબદ્ધા, ઉક્કડરોસા તવેણ ગારવિયા । વેરેણ ય પડિબદ્ધા, મરિઉં અસુરેસુ જાયંતિ ૧૫૦ તપના બાલતપ કરનારા, ઉત્કટ રોષવાળા, અભિમાનવાળા, વૈરવાળા જીવો મરીને અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. (૧૫૦) રજ્જુગ્ગહ-વિસભક્ષ્મણ-જલ-જલણ-પવેસ-તણ્ડ-છુહ-દુહઓ । ગિરિસિરપડણાઉ મયા, સુહભાવા હુંતિ વંતરિયા ॥૧૫૧॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy