SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ વિરચિત શ્રીબૃહસંગ્રહણ (પદાર્થસંગ્રહ) શ્રીબૃહસંગ્રહણિ શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ રચેલ છે. તેની ઉપર શ્રીમલયગિરિ મહારાજે ટીકા રચેલ છે. શ્રીસંગ્રહણિ સૂત્ર શ્રીશ્રીચન્દ્રસૂરિજીએ રચેલ છે. તેની ઉપર શ્રીદેવભદ્રસૂરિજીએ ટીકા રચેલ છે. આ બન્ને મૂળગ્રન્થો અને બન્ને ટીકાઓના આધારે આ પદાર્થોનું નિરૂપણ કરાય છે. ૯ ધારો :(૧) સ્થિતિ - આયુષ્ય (૨) ભવન - આલય, દેવો-નારકોને રહેવાના સ્થાન. (૩) અવગાહના - શરીરની લંબાઈ અથવા ઊંચાઈ. (૪) ઉપપાતવિરહકાળ - દેવ વગેરમાં એક જીવ ઉત્પન્ન થયા પછી કેટલા કાળે બીજો જીવ ઉત્પન્ન થાય તે. (૫) ચ્યવનવિરહકાળ (ઉદ્વર્તનવિરહકાળ) - દેવ વગેરેમાંથી એક જીવનું ચ્યવન થયા પછી ફરી કેટલા કાળે બીજા જીવનું અવન થાય તે. (૬) એકસમયઉપપતસંખ્યા - દેવ વગેરેમાં એક સમયે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. (૭) એકસમયચ્યવનસંખ્યા (એકસમયઉદ્વર્તનસંખ્યા) - દેવ વગેરેમાંથી એક સમયે કેટલા જીવોનું વન થાય તે. ૧. વગેરેથી મનુષ્ય, તિર્યંચ, નારક લેવા. એમ આગળ પણ જાણવું.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy