________________
૧૫૮
મૂળગાથા - શબ્દાર્થ બે દેવલોકમાં ૧૩, બે દેવલોકમાં ૧૨, ૬, ૫, ૪, ૪, બે દેવલોકમાં ૪, બે દેવલોકમાં ૪, રૈવેયકાદિમાં ૧૦ - આમ ઊર્ધ્વલોકમાં ૬૨ પ્રતર છે. (૧૮) સોહમ્મુક્કોસઠિઈ, સગ પયર વિહત્ત ઇચ્છસંગુણિયા પયરુક્કોસઠિઈઓ, જહન્ન પલિઓવમ પઢમે ૧૯
સૌધર્મની ૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને તેના પ્રતરથી ભાગવી, પછી ઈચ્છિત પ્રતરથી ગુણવી. તે તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૧૯) પલિઓવમ જહન્ના, દો તેરસભાગ ઉદહિનામસ્સા ઉક્કોસઠિઈ ભણિયા, સોહમે પત્થડે પઢમે II ૨૦
સૌધર્મમાં પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ કહી છે. (૨૦) એવં દુગવુઢીએ નેઅવ્વ, જાવ અંતિમ પયા ભાગેહિં તઓ કરણે, જા તેરસમે દુવે અયરા ૨૧ /
આમ અંતિમ પ્રતર સુધી બે-બે એરીયા ભાગની વૃદ્ધિ કરવી. પછી ભાગોથી સાગરોપમ કરવા, યાવત્ ૧૩મા પ્રતરમાં ૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૧) સુરકપ્પઠિઈવિસેસો, સગ પયર વિહત્ત ઈચ્છ સંગુણિઓ. હિફ઼િલ્લઠિઈસહિઓ, ઈચ્છિયપયરમેિ ઉક્કોસા ! રર !
બે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિના વિશ્લેષ (અંતર)ને પોતાના પ્રતરથી ભાગવો, પછી ઈચ્છિત પ્રતરથી ગુણવો. નીચેની સ્થિતિથી સહિત તે ઈચ્છિત પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૨)