________________
૧૪૨
(૪) ઉચ્છ્વાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ઉછ્વાસ વર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને ઉચ્છ્વાસરૂપે પરિણમાવે અને છોડે તે. (૫) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને ભાષારૂપે પરિણમાવે અને છોડે તે. (૬) મન:પર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને મનરૂપે પરિણમાવે અને છોડે તે.
પ્રાણ
બધી પર્યાપ્તિઓ ઉત્પત્તિના પ્રથમસમયે જ શરુ કરે. આહા૨પર્યાપ્તિ પ્રથમસમયે જ પૂરી થાય. ઔદારિક શરીરમાં શેષ પર્યાપ્તિઓ ક્રમશઃ અંતર્મુહૂર્તે - અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. વૈક્રિય અને આહારક શરીરમાં શરી૨૫ર્યાતિ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય. ત્યાર પછી શેષ પર્યાપ્તિઓ ક્રમશઃ સમયે સમયે પૂર્ણ થાય. બધી પર્યાપ્તિઓનો પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત જ છે.
જીવો
પર્યાપ્તિ
૧થી ૪
૧થી ૫
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય, સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય
૧થી ૬
દેવ, નારકી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય
અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામનારા જીવો પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને, ત્યારપછી અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને, ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત જીવીને પછી જ મરે છે.
• પ્રાણ - જેમને ધારણ કરવાથી આત્મા પ્રાણી કહેવાય અને જેમનો વિયોગ થવાથી મરણ થાય તે પ્રાણ કહેવાય. તે દશ પ્રકારે છે- પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય.