SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ મનુષ્યયોનિના ત્રણ પ્રકાર, આયુષ્યના ૭ પદાર્થો મનુષ્યયોનિ ૩ પ્રકારે છે - (૧) શંખાવર્તા – જે યોનિમાં શંખની જેમ આવર્ત હોય છે. તે ચક્રીના સ્ત્રીરત્નને હોય. તેમાં ગર્ભ અવશ્ય નાશ પામે. (૨) કૂર્મોન્નતા – જે યોનિ કાચબાની પીઠની જેમ ઉપસેલી હોય તે. તેમાં તીર્થકર, ચક્રી, વાસુદેવ, બળદેવ ઉત્પન્ન થાય. (૩) વંશીપત્રા – જે યોનિ વાંસના જોડાયેલા બે પાંદડાના આકારની હોય તે.તેમાં શેષ મનુષ્યો ઉત્પન્ન થાય. • આયુષ્યના ૭ પદાર્થો છે - (૧) બંધકાળ - જેટલું આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બંધાય તે. (૨) અબાધાકાળ - બાંધ્યા પછી આયુષ્ય જેટલો સમય ઉદયમાં ન આવે તે. (૩) અંતસમય - અનુભવાતુ આયુષ્ય જે સમયે પુરુ થાય તે. (૪) અપવર્તનીય આયુષ્ય - લાંબાકાળસુધી ભોગવવાયોગ્ય જે આયુષ્યને અલ્પકાળમાં ભોગવવા યોગ્ય કરાય તે. (૫) અનપવર્તનીય આયુષ્ય - જે આયુષ્ય જેટલુ બાંધ્યું હોય તેટલું જ ભોગવાય તે. (૬) ઉપક્રમ - અપવર્તનાના કારણો. (૭) અનુપક્રમ - અપવર્તનાના કારણોનો અભાવ. (૧) બંધકાળ - દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ - સ્વાયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy