SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ xxxiv પ્રસ્તાવના ‘વિચિત્રા સૂત્રસ્ય વૃતિ:’ન્યાયનું જ્ઞાપન શી રીતે કરી શકે ? અર્થાત્ તેમણે ‘ધારિવવર્ણસ્યેયુ ૨.૨.૦' સૂત્રમાં એક વ(A) શબ્દ વધુ મૂક્યો છે તે ‘વિચિત્રા સૂત્રસ્ય કૃતિઃ' ન્યાયનું જ્ઞાપન કરવાના હેતુથી મૂક્યો છે. માટે અહીં સૂત્રનું સ્વપાક્ષરત્વ ખંડિત થયું છે તેમ ન કહેવાય. (e) વસંતભાઇ કહે છે કે “પાણિનિ વ્યાકરણ વાક્યસંસ્કારપક્ષને સ્વીકારનારું છે, કેમકે તેમાં વાક્યની (= એક સમગ્ર ઉક્તિની) રચના વર્ણવતાં સૂત્રોનો જે ક્રમ છે, તે આ પ્રમાણે છે : (i) કૃત્રિમ-પારિભાષિક સંજ્ઞાઓ અને પરિભાષાસૂત્રો, (ii) વાક્યના એકમને મનમાં રાખીને, ક્રિયાનિર્વર્તક એવા પદાર્થો-અર્થોને કર્તૃકારકાદિ સંજ્ઞાઓ આપવી, (iii) તે સંજ્ઞાઓનું નામપદ અને ક્રિયાપદમાં પરિવર્તન અને છેલ્લે (iv) પદ/સન્ધિવિષયક ધ્વનિ પરિવર્તનના નિયમો છે. જ્યારે સિ.હે.શ. ના ૧ થી ૭ અધ્યાયોનો વિષયાનુક્રમ જોતા તે પદસંસ્કારપક્ષને સ્વીકારનારું વ્યાકરણતન્ત્ર જણાય છે. કેમકે તેમાં શાસ્ત્રારંભે (i) વધ્વનિઓનો પરિચય, (ii) નામને લાગતા વિભક્તિ પ્રત્યયોને પ્રથમા વિગેરે સંજ્ઞાઓનું વિધાન, (iii) સ્વર અને વ્યંજન સંધિ, (iv) નામપદની રૂપ પ્રક્રિયા (v) કારકસંજ્ઞા અને તન્નિમિત્તક વિભક્તિ વિધાન (vi) સત્વ, પત્ન, છત્યાદિ વિધિઓ, (vii) સ્ત્રી પ્રત્યય વિધિ, (viii) ઉપસર્ગ ગતિસંજ્ઞાનો પ્રદેશ, (ix) સમાસવિધિ, (x) ક્રિયાપદોનીરૂપસિદ્ધિ, (xi) કૃદન્તની રૂપસિદ્ધિ, (ii) ઉગાદિ પ્રત્યયો, (iii) તદ્ધિતવિધિ... અહીં જોઇ શકાય છે કે પહેલા પદ અને સંધિ વિષયક ધ્વનિ પરિવર્તનના સૂત્રો છે. પછી નામપદોની સિદ્ધિ અને ત્રીજે તબક્કે કારકસંજ્ઞાઓનું વિધાન છે. અર્થાત્ કોઇ ક્રિયાપદના પરિપ્રેક્ષ્યમાં નામપદોની સિદ્ધિ કરવાની નથી. રામઃ વિ. પદોની સિદ્ધિ પહેલા સ્વતંત્ર રીતે થઇ ગયા પછી જ, તે પદો કયા કારકાર્થને વ્યક્ત કરવા વપરાય છે એનું નિરૂપણ છે...’’ આગળ પૃષ્ઠ ૨૯૨-૨૯૩ પર તેઓ લખે છે “આમ આ હેમચન્દ્રાચાર્યના વ્યાકરણતન્ત્રમાં ક્રિયાપદથી નિરપેક્ષ રહીને (એટલે કે સમગ્ર વાક્યના સન્દર્ભને ધ્યાનમાં લીધા વિના) રામ:, ાછેઃ । વગેરે એકાકી (અનન્વિત) પદોની સિદ્ધિ કરવાની હોય છે. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો () વક્તાનો વિવક્ષિતાર્થ કઈ વિભક્તિથી વ્યક્ત થઈ શકશે ? – એ જાણ્યા પહેલા જ, અને (ઘ) અમુક શબ્દનો કે વિભક્ત્યન્ત પદનો કોની (= કયા બીજા નામપદ કે કયા ક્રિયાપદ) સાથે અન્વય થશે/કરીશું ? તે નક્કી કર્યા વિના જ યાદચ્છિક રીતે નક્કી કરવાનું કે વક્તાએ અમુક વિભક્તિનાં રૂપો બનાવવા છે.............. આ દૃષ્ટિએ હેમચન્દ્રાચાર્યનું વ્યાકરણતન્ત્ર પદસંસ્કારપક્ષને સ્વીકારીને પ્રવૃત્ત થયું છે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.'' આપણને આશ્ચર્ય લાગે કે માત્ર પાણિનિ વ્યાકરણની સૂત્ર-રચનાના ક્રમને નજરમાં રાખી વસંતભાઇ કેમ ‘‘પાણિનિ વ્યાકરણ વાક્યસંસ્કારપક્ષને સ્વીકારનાર છે.’’ આવા નિરુપણનું સાહસ કરતા હશે ? કેમ કે પાણિનિ વ્યાકરણને લગતી ટીકાદિમાં એવા અંશો જોવા મળે છે જેનાથી સ્પષ્ટપણે ખ્યાલ આવે કે પાણિનિ વ્યાકરણ પણ પદસંસ્કારપક્ષને સ્વીકારે છે. જેમ કે ‘(A) રિપ્સિતતમ ર્મ' (પા.સૂ.૧.૪.૪૬) સૂત્રની કાશિકા વૃત્તિ પરના જિનેન્દ્રબુદ્ધિન્યાસમાં આવા પ્રકારની પંક્તિઓ છે – (A) આની સામે સિદ્ધહેમ વ્યાકરણમાં ‘ર્તુાવ્યું ર્મ ૨.૨.રૂ' સૂત્ર છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy