________________
૩૦૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં ઘુષ્ટિ પદ-દૃષ્ટ (A) અનુવૃત્તિવાળું હોવાથી એટલે કે 'અનડુહ: સૌ ૧.૪.૭૨' સૂત્રની પૂર્વના સૂત્રોમાં ટિ પદની અનુવૃત્તિ દેખવામાં આવતી હોવાથી ઘુંસો: પુનર્ ૧.૪.૭રૂ' સૂત્રમાં દષ્ટાનવૃત્તિક યુટિ પદની જ અનુવૃત્તિ ચાલશે, અવ્યવહિત પૂર્વમાં રહેલા ‘મનડુહ: સૌ ૧.૪.૭૨' સૂત્રસ્થ સૌ પદની નહીં. આ રીતે અન્ય અધિકાર સ્થળે પણ સંશય ઊભો થતા ટીકામાં ખુલાસો કરી દેશું. તેથી અધિકારાર્થક સૂત્ર રચવાની કોઇ જરૂર નથી.
સમાધાન :- છતાં આચાર્યશ્રીનો (ગ્રંથકારશ્રીનો) તેવા પ્રકારનો આચાર હોવાથી અધિકારાર્થક સૂત્રની રચના કરવામાં આવે છે. આચાર્યશ્રીની આ વ્યાકરણમાં અનુવૃત્તિની શૈલી ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે
(a) જ્યાં તેઓશ્રી જુદું (સ્વતંત્ર) અધિકારસૂત્ર રચે છે ત્યાં વિશેષ (અમુક ચોકકસ) સૂત્રોમાં જ અધિકાર ચાલે છે અને તે અધિકાર પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે. જેમ કે ટ પદના અધિકારાર્થે ‘યુટિ ૧.૪.૬૮' આમ અલગ અધિકારસૂત્રની રચના કરી છે વળી તે અધિકાર નિમિત્તવિશેષ સહિત ‘અનડુહ: સૌ ૧.૪.૭૨’, ‘મ અ-શો૦ ૬.૪.૭' વિગેરે સૂત્રસ્થળે ન અનુવર્તતા નિમિત્તવિશેષ રહિત ‘અવ: ૧.૪.૬૧' વિગેરે વિશેષ (અમુક ચોક્કસ) સૂત્રસ્થળે જ અનુવર્તે છે અને તે આ ‘૧.૪’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે.
(b) જ્યાં તેઓશ્રી જુદું અધિકારસૂત્ર રચે છે અને અધિકાર વિશેષ (અમુક ચોક્કસ) સૂત્રોમાં જ અનુવર્તતો પાદ પૂર્ણ થયા પછી પણ ચાલ્યા જ કરે છે, ત્યાં તેઓશ્રી અલગ રચેલા અધિકારસૂત્રમાં અધિકાર ક્યાં સુધી ચાલશે તેની મર્યાદા દર્શાવતું પદ મૂકે છે. જેમકે સદ્ પ્રત્યયના અધિકારાર્થે ‘પ્રાક્ ખિતાવન્ ૬.૧.રૂ' આ પ્રમાણે અલગ અધિકારસૂત્ર રચ્યું છે અને તે અદ્ પ્રત્યયનો અધિકાર ‘અત ફેંગ્ ૬.૨.રૂ’ વિગેરે અપવાદના વિષયને છોડીને અપત્યાદિઅર્થક વિશેષ (અમુક ચોક્કસ) સૂત્રો સ્થળે જ અનુવર્તતો ‘૬.૧’ પાદ પૂર્ણ થયા પછી પણ છેક ‘૬.૩’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. તો ગ્રંથકારશ્રીએ ‘પ્રાક્ નિતાવન્ ૬.૧.રૂ' સૂત્રમાં અધિકારની મર્યાદાનું સૂચક ‘પ્રાપ્ બિતાવ્' પદ મૂક્યું છે, જેથી ખબર પડે કે અર્ પ્રત્યયનો અધિકાર જિતાર્થક ‘તેન ખિત૦ ૬.૪.૨’સૂત્રની પૂર્વના ‘૬.૩’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધીના અપત્યાદિ અર્થક સૂત્રોમાં અનુવર્તે છે.
(c) જ્યાં અધિકાર ગંગાપ્રવાહની જેમ દરેક સૂત્રોમાં અનુવર્તતો હોય ત્યાં તેઓશ્રી જુદું અધિકારાર્થક સૂત્ર રચતા નથી પણ અધિકારને અટકાવવા યત્ન કરે છે. જેમકે ‘ોત: વાત્તેઽસ્ય૦ ૧.૨.૨૭'આ વિધિસૂત્રથી
(A) અહીં ‘મનડુ: સૌ ૧.૪.૭૨' સૂત્રસ્થ સૌ પદ અવ્યવહિત પૂર્વમાં હોવા છતાં 'પુસો: પુનસ્ ૧.૪.૭૩' સૂત્રમાં દૃષ્ટાનુવૃત્તિક ઘુટિ પદની જ અનુવૃત્તિ ચલાવવાની વાત કરી છે. તે એટલા માટે કે 'અનડુહ: સૌ ૧.૪.૭૨' સૂત્રની પૂર્વના સૂત્રોમાં ટિ પદની અનુવૃત્તિ અનેકવાર જોવામાં આવી છે, તેથી તેની અનુવૃત્તિના દૃઢ સંસ્કાર પડચા છે. માટે ‘પુંસો: પુનર્ ૨.૪.૭૩' સૂત્રમાં અનુવૃત્ત્વર્થે તેની શીઘ્ર ઉપસ્થિતિ થાય છે.