________________
૨૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - પણ અધિકાર શા માટે કરવો પડે?
સમાધાનઃ- હવે(A) પછી આગળના દરેક સૂત્રોમાં સૂત્રોકત વિવક્ષિત શબ્દનો નિર્દેશન કરવો પડે અર્થાત્ અનિર્દિષ્ટ તે શબ્દ હવે પછીના દરેક સૂત્રોમાં સ્વતઃ ઉપસ્થિત થઈ જાય તે માટે અધિકાર કરવામાં આવે છે.
શંકા - “આ સૂત્રમાં વિવક્ષિત શબ્દનું કથન કરીએ એટલા માત્રથી આગળના દરેક સૂત્રોમાં તે શબ્દની ઉપસ્થિતિ થવી' આ અર્થ શું અધિકાર શબ્દથી પ્રાપ્ત થાય છે?
સમાધાન - હા, અધિકાર શબ્દથી પ્રાપ્ત થાય છે. શંકા - શેના આધારે તમે આ વાત કરો છો?
સમાધાન - લોકના આધારે. તે આ પ્રમાણે – જેમકે લોકમાં ‘આ ગામ કે નગર ઉપર આ વ્યક્તિ અધિકૃત છે' આ પ્રમાણે તે વ્યકિતને જ કહેવામાં આવે છે કે જે તે ગામ કે નગરના બધા પ્રકારના કારભાર કરતો હોય. તે જ રીતે વ્યાકરણશાસ્ત્રમાં અધિકૃત શબ્દને પરિસ્પન્દ અર્થાત્ કોઇપણ પ્રકારની હિલચાલ કરવા સ્વરૂપ વ્યાપાર સંભવતો ન હોવાથી માત્ર આગળના દરેક સૂત્રોમાં ઉપસ્થિત થવું એ સિવાય તેનો બીજો કયો વ્યાપાર સંભવી શકે? એટલે કે લોકમાં જેમ ગામ કે નગરના કારભાર કરનારી વ્યકિત અધિકૃત કહેવાય અને તેના કારભાર કરવા સ્વરૂપ વ્યાપારને અધિકાર કહેવાય છે, તેમ વ્યાકરણશાસ્ત્રમાં શબ્દને પરિસ્પન્દ રૂપ વ્યાપાર ન સંભવતા આગળના દરેક સૂત્રમાં ઉપસ્થિત થનાર તે શબ્દ અધિકૃત કહેવાય અને આગળના દરેક સૂત્રોમાં તેના ઉપસ્થિત થવા સ્વરૂપ વ્યાપારને અધિકાર કહેવાય છે.
શંકા - આ રીતે આગળના દરેક સૂત્રમાં આ સૂત્રોક્ત પુટિ શબ્દની ઉપસ્થિતિ થાય તે માટે અધિકારાર્થક આ સૂત્રરચવાની કોઇ જરૂર નથી. કારણ આ રીતે અધિકારાર્થક સૂત્રની રચનાન કરવામાં આવે તો પણ વચન રહિત લોકવ્યવહારથી (અર્થાત્ પૂર્વેએકવાર શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે અને પાછળથી તે શબ્દનું (= વચનનું) ઉચ્ચારણ ન કરવામાં આવે તો પણ તે તે સ્થળે આકાંક્ષાવશ પૂર્વોક્ત શબ્દનું ઉપસ્થિત થઇ જવા સ્વરૂપ લોકવ્યવહારથી) gટે શબ્દની ઉપસ્થિતિ આગળના દરેક સૂત્રોમાં થઈ જશે. પૂર્વે ઉચ્ચારેલા શબ્દનો આગળ સંબંધ થવો એ લોકવ્યવહારથી જ સિદ્ધ છે, તે આ પ્રમાણે – લોકમાં જેમ “દેવદત્તને ગાય આપવી” આમ કહીને પછી આગળ જતાં “યજ્ઞદત્તને અને વિષ્ણમિત્રને પણ” આટલું જ કહેવામાં આવે તો પણ ત્યાં ગાય આપવી આ અર્થ સહજ જણાઈ આવે છે. અહીં એવી શંકા ન કરવી કે ““યજ્ઞદત્તને અને વિષ્ણુમિત્રને ભેંસ આપવી' આવો અર્થ કેમ ન જણાય?' કારણ કે નિયમ છે કે ‘મશ્રાવકત્પના : શ્રતાપેક્ષાચ તાવ' અર્થાત્ વકતાએ જે શબ્દોનો ઉચ્ચાર કર્યો હોય તેમાં (A) ન્યાસમાં દર્શાવેલો પ્રતિયો શબ્દ યો યો પ્રતિ = પ્રતિયો આ પ્રમાણે વિપ્નાર્થક અવ્યયીભાવસમાસ થવા
દ્વારા નિષ્પન્ન થયો છે. (B) સાધવત્વિચ ચાધ્યત્વમિતિ શેષ: (T.મૂ. ૨.૩.૨ ૫.. પ્ર. લ્યો)