SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના xiv વ્યાકરણની રચના ન કરી હોત તો શું ન ચાલત ? શું બીજા વ્યાકરણથી કામ ચાલે તેમ નહોતું ? પરંતુ આ પ્રશ્નનો ખુલાસો ખુદ કલિકાલસર્વજ્ઞશ્રીએ જ પોતાના વ્યાકરણની પ્રશસ્તિમાં કર્યો છે. તેઓશ્રી કહે છે કે ‘‘તત્કાલિન સર્વ વ્યાકરણો અતિવિસ્તૃત, કઠિન તેમજ કમભંગ આદિ દોષોથી દૂષિત હતા. માટે ‘શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમ્ વ્યાકરણની રચના કરવામાં આવી છે.(A)’ ’વ્યાકરણ અતિવિસ્તૃત ન હોવું જોઇએ. કેમ કે તેને ભણવા વિદ્યાર્થીએ ખૂબ પરિશ્રમ ઉઠાવવો પડે છે. એવી જ રીતે તે વિશકલિત સૂત્રોવાળું પણ ન ચાલે. કેમ કે જો સૂત્રોની રચના પ્રકરણશઃ ન કરી હોય તો પ્રયોગની સિદ્ધિ કે સંધિ વિગેરે કરવા જુદા જુદા પાદ કે અધ્યાયોમાં વિખેરાયેલાં તે સૂત્રોનું સંકલન કરતા અભ્યાસુનો દમ નીકળી જાય. તે જ રીતે વ્યાકરણ અતિસંક્ષિપ્ત પણ ન હોવું જોઇએ, કેમ કે તેનાથી જોઇએ એવી શબ્દોની વ્યુત્પિત્તિ ન થઇ શકે અને ટૂંકી રજુઆત થવાને કારણે તેમાં કહેલી વાત ભણનારને શીરાની જેમ ગળે ન ઉતરે. તેથી વ્યાકરણ ઝટ સમજાય એવા આવશ્યક વિસ્તારવાળું અને નકામા વિસ્તાર વિનાનું ન હોવું જોઇએ. કાતંત્ર વ્યાકરણમાં અંદાજે માત્ર ૧૪૦૦-૧૫૦૦ સૂત્રો છે, જ્યારે પાણિનીય સંસ્કૃત-વ્યાકરણ ૩૯૯૫(B) સૂત્રો ધરાવે છે. સૂત્રોના આ બન્ને આંકડાને ધ્યાનમાં લઇએ તો સમજી શકાય છે કે સંસ્કૃત ભાષાને આવરવા ‘પાણિનિ ઋષિ’ ને જો ૩૯૯૫ સૂત્રો રચવા પડયાં, તો કાતંત્રકાર ‘શર્વવર્મ’ ૧૪૦૦ જેટલાં સૂત્રોમાં સમગ્ર સંસ્કૃત ભાષાને શી રીતે આવરી શકે ? અને તેમાંય કહેવાય છે કે શર્વવર્માએ તો લગભગ ૯૫૨ સૂત્રો જ રચ્યા હતા અને બાકીના તો પાછળથી વરુચિ દ્વારા ઉમેરવામાં આવ્યા છે. આમ કાતંત્ર વ્યાકરણ અતિસંક્ષિપ્ત છે. જયારે પાણિનીય સંસ્કૃત વ્યાકરણ અતિવિસ્તારવાળું છે, કેમ કે જે સંસ્કૃત ભાષાને સમજાવવા તેમાં ૩૯૯૫ સૂત્રો બનાવવા પડચા, તે સમજાવવા ‘શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમ્’ વ્યાકરણને માત્ર ૩૫૬૬ સૂત્રોની જરૂર પડી. વળી પાણિનિ વ્યાકરણના સૂત્રો પ્રકરણશઃ પણ નથી. અર્થાત્ સંજ્ઞાને લગતા સૂત્રો એકસાથે સંજ્ઞાપ્રકરણમાં, સ્ત્રીપ્રત્યયને લગતા બધા સૂત્રો સ્ત્રી-પ્રત્યય પ્રકરણમાં, આમ સૂત્રો પ્રકરણોમાં ગોઠવાયેલા નથી. (આ રીતે સૂત્રો વિશકલિત = વિખરાયેલાં હોવાથી અભ્યાસુઓને ભણવામાં તકલીફ પડવાને કારણે વચ્ચેના કાળમાં પાણિનિ વ્યાકરણનું ચલણ ઘટવા લાગ્યું હતું. તેને વધારવા ભટ્ટોજી દીક્ષિતે વિ.સં.૧૬૫૭ થી ૧૭૦૦ વચ્ચેના કાળમાં પાણિનિ વ્યાકરણના સૂત્રોને પ્રકરણશઃ ગોઠવી સિદ્ધાન્ત કૌમુદી ગ્રંથની રચના કરવી પડી હતી. ) જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં સૂત્રો વ્યવસ્થિત રીતે પ્રકરણોમાં ગૂંથાયેલા છે. જેમ કે – (A) तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरुपमं विधिवद् व्यधत्त, शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ।। (B) चतु: सहस्त्री सूत्राणां पञ्चसूत्रविवर्जिता । अष्टाध्यायी पाणिनीया सूत्रैर्माहेश्वरैः सह । ।
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy