SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના xii ૩૨ ગ્રંથ નામ | શ્લોક પ્રમાણ વિષય 17. ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (૧૦પર્વ) | ૩૨,૦૦૦ | કાવ્ય (તીર્થકર, ચક્રવર્તી આદિનો ઇતિહાસ) 18. પરિશિષ્ટ પર્વ ૩,૫૦૦ ] કાવ્ય (જંબુસ્વામી આદિનો ઇતિહાસ) 19. અન્યયોગવ્યવચ્છેદ દાવિંશિકા | કાવ્ય (અન્યદર્શનના મતોનું નિરાકરણ) 20. અયોગવ્યવચ્છેદ દ્વાર્નાિશિકા ૩૨ | કાવ્ય (જૈનદર્શન પરના આક્ષેપોનું પરિમાર્જન) 21. વીતરાગ સ્તોત્ર ૧૮૮ સ્તોત્ર 22. મહાદેવ સ્તોત્ર ૪૪ | સ્તોત્ર 23. યોગશાસ્ત્ર ૧૨,૭૫૦ | યોગ 24. પ્રમાણ મીમાંસા (અપૂર્ણ) ૨,૫૦૦. ન્યાય 25. વેદાંકુશ ૧,૦૦૦ | સંગ્રહાત્મક 26. સપ્તતત્ત્વ પ્રકરણ ૧૪૦ | પ્રકરણ ગ્રન્થ (નવતત્ત્વ વિષયક) આ સિવાય સિદ્ધહેમશબ્દાનુશાસન મધ્યમવૃત્તિ, રહસ્યવૃત્તિ (લગભગ ૨૫૦૦ શ્લોક પ્રમાણ), ધાતુપારાયણ સંક્ષેપ, અહંનીતિ(નીતિશાસ્ત્ર), અહંન્સહસ્રનામસમુચ્ચય' આ બધું શ્રત પણ કલિકાલસર્વજ્ઞશ્રીની કૃતિ રૂપે ગણાય છે. આનાથી અતિરિત જે કાંઇ વિપુલ પ્રમાણમાં તેમણે રચેલું ‘વાદાનુશાસન” વિગેરે કૃતજલ હતું તે સઘળુંય કાળ રૂપી અગત્ય ઋષિ પોતાના ઉદરમાં પધરાવી ગયા. આશા રાખીએ કે પ.પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા.એ રચેલ યોગવિંશિકાની ટીકા ગુમ થયા બાદ વર્ષો પછી જેમ પાછી મળી ગઇ, તેમ પ.પૂ. કલિકાલસર્વજ્ઞશ્રીની રચનાઓ પણ કાળનો કોળીઓ ન બનતા ક્યાંકથી આપણને પ્રાપ્ત થાય. કલિકાલસર્વજ્ઞશ્રીનું જીવન અનેકાનેક રસપ્રચૂર ઘટનાઓથી સભર છે. પરંતુ તે ઘટનાઓ એટલી પ્રચલિત છે કે તેનું વર્ણન કરવું અહીંદીવડા દ્વારા સૂર્યના દર્શન કરાવવા જેવું થાય. માટે હાલ તેમના સમગ્ર જીવન પર દષ્ટિપાત ન કરતા માત્ર સિદ્ધહેમ વ્યાકરણની ઉત્પત્તિને લગતા યત્કિંચિત્ અંશનું જ અવલોકન કરશું. કલિકાલસર્વજ્ઞશ્રીની વ્યાકરણની રચનાના મૂળમાં ગુર્જરેશ સિદ્ધરાજ જયસિંહ છે. બન્યું એવું કે સાહસપ્રિય સિદ્ધરાજે માલવ દેશ પર વિજય મેળવ્યો. અને તેમાં તેમને જેમ અપાર સંપત્તિની પ્રાપ્તિ થઇ, તેમ માલવપતિ ભોજરાજ ના જ્ઞાનભંડારની પણ સંપ્રાપ્તિ થઇ. ભંડાર પાટણ લાવવામાં આવ્યો. અને જોયું તો તેમાં રાજા ભોજે
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy