________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૫૪ તે કાર્ય સૂત્રમાં સાક્ષાત્ ગ્રહણ કરાતા નામથી વાચ્ય પદાર્થમાં રહેલી એકતાદિ સંખ્યા અને કર્મવાદિ કારકતાપ્રયોજક ધર્મની વાચક જે વિભકિત બનતી હોય તેને થાય છે.” પરમસર્વ પ્રયોગસ્થળે કે વિભકિત ભલે આ સૂત્રમાં સાક્ષાત ગૃહ્યમાણ સર્વ શબ્દથી વિહિતન હોય. છતાં પણ ત્યાં કર્મધારય સમાસ હોવાથી અને કર્મધારય સમાસ ઉત્તરપદાર્થપ્રધાન હોવાથી તે વિભકિત પરમસર્વ શબ્દમાં ઉત્તરપદ રૂપે રહેલ સૂત્રમાં સાક્ષાત્ ગૃધમાણ સર્વ શબ્દથી વાચ્ય પ્રધાન સાકલ્ય વિશિષ્ટ જે યત્કિંચિત્ પદાર્થ તર્ગત એકત્વ સંખ્યા અને સંપ્રદાનત્વ ધર્મ વિગેરેની વાચક બને છે. માટે તેને આ સૂત્રમાં કયા સર્વ પદને લઇને દર્શાવાતું આદેશ રૂપ કાર્ય થઇ શકશે. જ્યારે પ્રિયસર્વ અને તિર્વ સમાસ અનુક્રમે અન્ય પદાર્થ અને પૂર્વપદાર્થપ્રધાન હોવાથી તેમને લાગેલ કે વિભકિત સૂત્રમાં સાક્ષાત્ ગૃહ્યમાણ સર્વ શબ્દવાઓ સાકલ્યવિશિષ્ટ પદાર્થ નહીં પણ અનુક્રમે અન્ય પદાર્થ અને સત્યર્થ પૂર્વપદાર્થગત એકત્વ સંખ્યા અને સંપ્રદાનત્વ ધર્મની વાચક બનતી હોવાથી તેને આ સૂત્રોક્ત ષષ્ઠયા સર્વ પદને લઇને દર્શાવાતું એ આદેશ રૂપ કાર્ય નહીં થાય. આમ પરમસર્વવિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઈ જશે.
(હવે બન્યાસમાં અથવા પદ દર્શાવી કલિકાલસર્વજ્ઞશ્રી સંજ્ઞા અને ઉપસર્જન સ્થળે જુદી રીતે સર્વાદિત્વનો નિષેધ કરી બતાવે છે.)
અથવા અમે સૂત્રોકત સર્વારે પદસ્થળે વર્તતા સર્વાતિ શબ્દની “સર્વ કાલી તે = પૃદાને મર્તન ઘેન = સર્વાલિ' આમ અન્વર્થ(A) સંજ્ઞાનુસારી વ્યુત્પત્તિ દર્શાવશું. તેથી હવે જે શબ્દો દ્વારા સર્વપદાર્થો વાચ્ય બની રહે તે જ શબ્દો સર્વાદિ ગણાશે. સંજ્ઞામાં વર્તતા અને પ્રિય સર્વ, ગતિસર્વ વિગેરે બહુવ્રીહિ અને પ્રાદિતપુરૂષ આદિ ઉપસર્જન સ્થળે વર્તતા સર્વ વિગેરે શબ્દો દ્વારા સર્વપદાર્થો વાચ્ય ન બની શકતા અમુક ચોક્કસ પદાર્થો જ વાચ્ય બને છે, માટે તેઓ સર્વાદિ નહીંગણાય. દા.ત. કોઇ વ્યકિતનું નામ સર્વ હોય તો ત્યાં સંજ્ઞામાં વર્તતો સર્વ શબ્દ પોતાના પ્રસિદ્ધ પ્રવૃત્તિનિમિત્ત) “સર્વાભિધાયત્વ” ને છોડી દેતો હોવાથી પદાર્થ સામાન્યનો વાચક ન બનતા ઘેર શબ્દની જેમ અમુક નિયતપદાર્થનો જ વાચક બને છે. અર્થાત્ સ્વરૂપમાત્રોપકારી (અમુક ચોક્કસ વ્યક્તિના જ સ્વરૂપનું નિદર્શન કરાવનાર) બને છે. અતિસર્વ અને પ્રિયસર્વ આ અનુક્રમે પૂર્વપદાર્થપ્રધાન અને ઉત્તરપદાર્થપ્રધાન ઉપસર્જનસ્થળે પણ સર્વ શબ્દ 'જહસ્વાર્થી પક્ષાનુસારે કે “અજહસ્વાર્થ પક્ષાનુસારે અનુક્રમે પૂર્વપદાર્થ મલ્યર્થ અને અન્ય પદાર્થના વાચક રૂપે વર્તતો હોવાથી તે સર્વપદાર્થનો વાચક નથી બનતો. આમ સંજ્ઞા અને ઉપસર્જનસ્થળે સર્વ વિગેરે શબ્દો અનુક્રમે સંજ્ઞી, અર્થ અને પ્રિયસર્વત્વવિશિષ્ટ જે પદાર્થ હોય તેમનાથી ભિન્ન કોઈ પદાર્થના વાચક ન બનતા તેઓ સર્વપદાર્થના વાચક ન બનવાથી સવદિ નહીં ગણાય. પ્રિયસર્વ સમાસના પ્રિયા: સર્વે થી સ (A) વ્યુત્પત્યર્થને અનુસરનારી સંજ્ઞાને અન્તર્થ સંજ્ઞા કહેવાય. દા.ત. કોઈ ધનસંપન્ન વ્યક્તિની “ધનપાલ સંજ્ઞા
કરવામાં આવે તો ત્યાં ધનં પાત્રયતિ'આ વ્યુત્પત્યર્થ ઘટતો હોવાથી તે અન્વર્થ સંજ્ઞા કહેવાય. (B) વસ્તુમાં રહેલા જે ધર્મને લઇને વસ્તુ માટે વિવક્ષિત શબ્દની પ્રવૃત્તિ = પ્રયોગ થતો હોય તે ધર્મને વિવક્ષિત
શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત કહેવાય.