SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ના સમાવેશથી અર્થાત્ પર્યાયાર્થિક નયે તે જ વસ્તુમાં અનિત્યત્વ રહી શકે છે. આમ બુદ્ધિમાં વિવિધ સ્વરૂપે ઉપસ્થિત થતા ધર્મો એક સાથે એક જ અધિકરણમાં વિરોધ નથી પામતા, તેથી સાંકર્ય દોષ પણ નથી આવતો. સાંકર્ય દોષ એટલા માટે નથી, કેમકે અગ્નિમાં વ્યક્તિવિશેષની અપેક્ષાએ સુખદાયકત્વ અને દુઃખદાયકત્વ આ વિરૂદ્ધ ધર્મો પૃથક્ અનુભવાય છે. જો બન્ને ધર્મોનું સાંકર્ય થાત તો દાહશ્ર્વરવાળાને અગ્નિ સુખદાયકરૂપે અને શીતજ્વરવાળાને અગ્નિ દુઃખદાયકરૂપે પણ અનુભવાત. પરંતુ તેવું થતું નથી. આમ એક જ અધિકરણમાં અપેક્ષાભેદને લઇને પૃથક્ ભાસતા નિત્યત્વ-અનિત્યત્વ, અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ વિગેરે વિરૂદ્ધ ધર્મો વચ્ચે પણ સાંકર્ય દોષ આવી શકશે નહીં. આ પ્રમાણે સ્યાદ્વાદરૂપી પ્રકાશથી ખૂલેલી જ્ઞાનચક્ષુવાળા અમારા પ્રત્યે તમારો ઠપકો શોભતો નથી અને ઉપર બતાવ્યા મુજબ સર્વવસ્તુને વિશે અનેકાંતાત્મકતા અવિરૂદ્ધ છે. શંકા ઃ- આ તો તમે એક વસ્તુ નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે અનેક ધર્મોનું અધિકરણ બને છે એ વાત બતાવી. પણ વસ્તુની અનેકાંતાત્મકતા ક્યાં સાબિત કરી ? અથવા વસ્તુની અનેકાંતાત્મકતા હોવા છતાં તેનો પ્રતિપાદક શબ્દ સંભવતો નથી. જેમકે કહેવાયું છે કે ‘અનંતધર્મવાળા ધર્મીના દરેક ધર્મનું ભિન્ન પ્રયોજન હોય છે.’ અર્થાત્ સ્વાસ્તિ ત્ત્વ ઘટઃ વિગેરે દરેક ભાંગાઓમાં ઘટમાં જે અસ્તિત્ત્વ વિગેરે ધર્મ બતાવવામાં આવે છે, તે ધર્મની દરેક ભાંગે ક્રમશઃ મુખ્યપણે સ્થાપનાનો ઉદ્દેશ હોવાથી મુખ્ય ધર્મોથી જુદા ગણાતા અન્ય ગૌણ ધર્મોને આશ્રયી દરેક ભાંગે વસ્તુની અનેકાંતાત્મકતા સાબિત કરી શકાય નહીં. કેમકે વસ્તુની અનેકાંતાત્મકતા (પ્રામાણ્ય) સાબિત કરવા દરેક ધર્મો સમાન રૂપે સિદ્ધ થવા જોઇએ, ગૌણ-મુખ્ય રૂપે નહીં. સમાધાન :- તમે સમજ્યા નહીં. નયવાક્યમાં વસ્તુના ધર્મોમાં ભેદ મનાતો હોવાથી ભલે વિશેષતા (ગૌણ-મુખ્યતા) પ્રાપ્ત થતી હોય, પ્રમાણવાક્યમાં નહીં. પ્રમાણવાક્ય ભાવાર્થ (= વિધિ) અને વ્યવહાર (નિષેધ) ઉભયસ્વરૂપ હોવાથી જીવાદિતત્ત્વ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિદ્યમાન અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નિષિદ્ધ; એમ વિવિધ હોવા છતાં સકલરૂપે જ પ્રાપ્ત થાય છે. વિકલરૂપે પ્રાપ્ત થતું જીવાદિતત્ત્વ એકદેશરૂપ હોય છે. આશય એ છે કે નય વિવક્ષિત વસ્તુના અંશને (= પરસ્પર વિરોધી ધર્મો પૈકીના કોઇ એક ધર્મને) ગ્રહણ કરનારો હોય છે.(A) હવે વસ્તુમાં વર્તતા ધર્મોમાં જો અભેદની વિવક્ષા હોય તો નય દ્વારા કોઇ એક ધર્મનું ગ્રહણ થવું શક્ય ન બને. માટે નયને આશ્રયી વસ્તુના ધર્મોમાં ભેદની વિવક્ષા હોય છે. નય દ્વારા વસ્તુના એક ધર્મનું ગ્રહણ થાય ત્યારે વિવક્ષિત વસ્તુ એક પાસે મૂલવાતી હોવાથી તે વિકલરૂપે અર્થાત્ એકદેશરૂપે પ્રાપ્ત થાય છે. માટે જ વિકલાદેશને પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર આદિ ગ્રંથમાં નયરૂપે બતાવ્યો છે. વસ્તુના અનંતધર્મોમાં ભેદ કે ભેદોપચારની વિવક્ષા હોય ત્યારે વસ્તુના અનંતધર્મોનું એકસાથે પ્રતિપાદન કરવું શક્ય નથી બનતું. આથી ક્રમશઃ વસ્તુના ધર્મોનું પ્રતિપાદન કરનાર વાક્યને વિકલાદેશ કહેવાય છે. નયને આશ્રયી વસ્તુની અનેકાંતાત્મકતા સિદ્ધ નથી થતી, (A) પ્રકૃત્તવસ્તુંશપ્રાક્ષી સહિતાંશઽપ્રતિક્ષે વ્યવસાવિશેષો નય:। (નય રહસ્ય)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy