SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.३९ ૩૨૧ લવાતો. એવી રીતે પ્રકરણ એટલે તે તે ક્રિયાવિશેષ રૂપે પ્રસ્તાવ, ભોજનના પ્રકરણમાં સચવમાનવ' કહેવામાં આવે તો ‘મીઠું' લાવવામાં આવે છે અને બહાર ક્યાંક જવાનો પ્રસ્તાવ હોય તો ઘોડો' લાવવામાં આવે છે. એવી રીતે અનેક અર્થવાળા શબ્દસ્થળે થતા જ્ઞાનમાં સર્વત્ર તે તે ધર્મથી યુકત સઘળાં ય તે શબ્દના શકય (તે શબ્દગત શક્તિથી વા) પદાર્થોની વિષય રૂપે ઉપસ્થિતિ થતા તે પૈકીના કયા પદાર્થને લઈને શાબ્દબોધ થાય? આવા સંશયથી આકુળ થતા વ્યકિતને સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધ, અર્થ, પ્રકરણ, લિંગ, અન્યશબ્દનું સંનિધાન, દેશ અને કાળA) પૈકીનું કોઈપણ એક સ્વકીય જ્ઞાનની સહાયથી તે તે સ્થળે ઉપયોગી એવા પદાર્થનો શાબ્દબોધમાં ભાસકરાવે છે. જો કે “હે. INહરત્વB) નિયમ પણ અહીંસંભવે છે, છતાં પ્રકરણ આદિથી સહકૃત વ્યુત્પત્યર્થ (યૌગિકાર્થ) પણરુત્યર્થ કરતા બળવાન બને છે, આ વાતને ધ્યાનમાં રાખી પ્રસ્તુત વાત સમજવી. જ્યાં પદાર્થનો નિશ્ચય કરાવનાર અર્થ-પ્રકરણાદિનો વિરહ હોય ત્યાં વ્યકિત સંશય કરે, કાં તો અકૃત્રિમ પદાર્થનો નિશ્ચય કરે. જેમકે નિર્ણય કરવામાં અકુશળ, હાલમાં જ આવેલાં, પ્રકરણને નહીં જાણતા ગ્રામ્યજનને કોઈ કહે કે ‘પાનમનિય' તો તે સંશય પામે કે “ગોપાલક કોઇની સંજ્ઞા (નામ) હશે? કે જેના હાથમાં લાકડી હોય એવો ગોવાળીયો આ પૂછનારને વિવક્ષિત હશે?”. હવે કદાચ તેને વક્તાના તાત્પર્યના વિષયમાં સંશય ન થાય તો પણ તે વક્તાના તાત્પર્યવિશેષની બાબતમાં નિશ્ચયવાળો થાય કે જે પેલો ગોવાળીયો પ્રસિદ્ધ છે તેને લાવવાની વાત આના દ્વારામને કહેવાઈ છે. કેમકે “ગોપાલક' નામનો કોઇ પ્રસિદ્ધ વ્યક્તિ મારા ધ્યાનમાં નથી આવતો, આવું મને લાગે છે.' આમ વિચારી તે ગોવાળીયાને લેવા માટે પણ જાય. સમાધાનઃ- તમે સંશયવાળી જે વાત બતાવી તે બરાબર નથી. કેમકે “ઢે પાપરત્વ' નિયમ મુજબ પેલા ગ્રામ્યજનને ગોપાલક' નામના વ્યક્તિ અને ગોવાળ પૈકીના દ્ધ વ્યક્તિનો નિશ્ચય થવાથી સંશયનો સવાલ ઊભો રહેતો નથી. શંકા - સ્ટયર્થ જો પ્રસિદ્ધ હોય તોજ તેયૌગિકાર્ય (વ્યુત્પત્યર્થ) ને દૂર કરી શકે છે. પ્રસ્તુતમાં નવા આવેલા ગ્રામ્યજનને પાત્ર શબ્દ‘ગોપાલક' નામના વ્યક્તિમાં સ્ત્ર છે, તે ખબર ન હોવાથી તેના માટે સ્ટેયર્થ પ્રસિદ્ધ નથી. વળી સંજ્ઞપ્રકરણ નિયમ (સંકોચ) માટે થતું હોવાથી ભોપાત્ત શબ્દ તે નામના વ્યક્તિમાં સંકોચ પામવાથી ત્યાં વ્યુત્પત્યર્થને લઈને ગ્રામ્યજનને ગોવાળનો નિશ્ચય થાય, આવો નિશ્ચયપક્ષ જે કહેવાયો તે પણ વ્યાજબી નથી. કેમકે તે ગ્રામ્ય જનના ભ્રમ રૂપ હોવાથી આવી શંકા પણ તમારે ન કરવી, કેમકે લોકમાં પાત્ર આદિ શબ્દો જો કો'ક સજ્ઞિમાં સંકોચ પામે તો તેઓ બીજા સંશિનો બોધ ન થવા દેવા રૂપ નિયમ કરે, પરંતુ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તને પામેલ (A) આ અંગે વિશેષ જાણવા ૨.૪.' સૂત્રના વિવરણનું પૂ8 ૨૧૧ થી ૨૧૩જુઓ. (B) યર્થ વ્યુત્પત્યર્થને દૂર કરે છે અર્થાત્ વ્યુત્પન્ચર્થ કરતા બળવાન બને છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy