SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન કહે છે કે ‘Ě મંત્ર સત્ક્રિયાના વ્યાઘાતમાં હેતુભૂત સઘળાય વિઘ્નોને મૂળથી હણવામાં તત્પર છે.’ અર્થાત્ અ મંત્ર વિઘ્નોને એ રીતે હણે છે કે જેથી તેઓ ફરી પેદા ન થઇ શકે. અહીં ‘વિઘ્નોનો સમૂળ નાશ’ આ અર્થ વિધાત શબ્દ લખવાથી પ્રાપ્ત થાય છે. એકલો ઘાત શબ્દ સામાન્ય ઘાતને સૂચવે, જ્યારે વિધાત શબ્દ વિશેષ પ્રકારના ઘાતને સૂચવે છે. ‘વિઘ્નોનો સમૂળ નાશ’ એ વિશેષ પ્રકારનો ઘાત કહેવાય અથવા આ અર્થ વિઘ્ન શબ્દને અશેષ વિશેષણ જોડવાથી પ્રાપ્ત થયો છે એમ સમજવું. જેમ મદજળથી ધોવાયેલા ગંડસ્થળવાળો હાથી મદની પરવશતાથી સ્વ-પરનો વિચાર નહીં કરતો મૂળીયા સહિત વૃક્ષાદિને ઉખેડવામાં લંપટ થાય છે, તેમ ધ્યાનના આવેશથી વશ કરાયેલો અદ્દે પરમાક્ષરરૂપ મહામંત્ર પણ વિઘ્નના ઉન્મૂલનમાં સમર્થ થાય છે. વિઘ્નોનું ઉન્મૂલન થાય એટલે પ્રાપ્ત થયેલ ફળનાં રક્ષણમાં કોઇ બાધા ન આવે, માટે ફળનો ક્ષેમ થઇ શકે. આમ અશેવિવિધાર્તાનઘ્નમ્ વિશેષણ દ્વારા ક્ષેમ બતાવ્યો. (8) હવે 'અશ્વિનકૃષ્ટાઽસૃષ્ટતસંજ્વન્પદ્રુમોપમમ્' વિશેષણ દ્વારા યોગ બતાવે છે કે ‘સઘળાય જે ચક્રવર્તિપણું વિગેરે દષ્ટ ફળો તથા સ્વર્ગ અને મોક્ષરૂપ અદષ્ટ ફળો, તેમની પ્રાપ્તિમાં સટ્ઠ મંત્ર કલ્પવૃક્ષ સમાન છે.’ અહીં માઁ ને જે કલ્પવૃક્ષની ઉપમા આપી છે તે વ્યવહાર દષ્ટિએ આપી છે, કેમકે લોકમાં કલ્પવૃક્ષ ઇચ્છિતફળને આપનાર રૂપે પ્રસિદ્ધ છે. બાકી સર્ફે મંત્ર તો કલ્પનાતીત ફળને આપનાર છે. અથવા બીજી રીતે અર્થ કરીએ તો ‘સ્યાદ્વાદરત્નાકર’ ગ્રંથમાં ‘ક્રિયા જ પુરુષોને ફળદાયી બને છે’ આ પ્રમાણે કહ્યું છે, આ વાત બંધબેસતી છે. કેમકે જે લોકો નવરા પડયા રહે છે તેઓ કાંઇ ફળ પામતા નથી. તેથી દૃષ્ટથી એટલે ક્રિયાવિશેષથી અને અદષ્ટથી એટલે પુણ્યવિશેષથી જે ફળ મળતા હોય તેમની પ્રાપ્તિમાં અર્હ મંત્ર કલ્પવૃક્ષ સમાન છે. ત્રણ પ્રકારના ફળ જોવામાં આવે છે. – (i) ક્રિયાજન્ય. જેમકે ખેતી, પશુપાલન અને રાજ્યાદિના વ્યાપારથી પ્રાપ્ત થતા ફળ વિશેષ. (ii) પુણ્યજન્ય. જેમકે વ્યાપાર વગરના અનુત્તરાદિ કલ્પાતીત દેવોને પ્રાપ્ત થતા ફળો અને (iii) ઉભયજન્ય. જેમકે વ્યંતર આદિ દેવોને પ્રાપ્ત થતા ફળો પુણ્યજન્ય અને ક્રિયાજન્ય ઉભય પ્રકારના હોય છે. હજું ત્રીજી રીતે અર્થ કરવો હોય તો ‘દૃષ્ટ એટલે મનુષ્યને લગતા પ્રત્યક્ષ અને અદષ્ટ એટલે દેવતાદિને લગતા અનુમાનગમ્ય એવા ફળ વિષયક સઘળાય સંપૂર્ણ જે આચારો અથવા લીલામાત્રમાં સંપૂર્ણ કે કંઇક ન્યૂન આચારોનું પાળવું, તે આચાર (કલ્પ) વૃક્ષની જેમ પ્રસરણશીલ હોવાથી આચાર રૂપ વૃક્ષ’. તેનો પરિચ્છેદ (સંપાદન) આ અદ્દે મંત્ર થકી થાય છે. અર્થાત્ જો લીલામાત્રમાં આ બન્નેં મંત્ર દ્વારા ઉપરોક્ત સંપૂર્ણ આચારોનું સંપાદન થતું હોય તો તે સમર્થ ગણાય. એટલે કે બીજા મંત્રો કરતા આ મંત્રરાજનું માહાત્મ્યવિશેષ અહીં જણાય છે. આમ અહીં વિનવૃત્તાઽપૃષ્ટ...' પંક્તિ દ્વારા ત્રણ રીતે ફળનો યોગ બતાવ્યો છે. (9) સ્વરૂપ, અર્થ અને તાત્પર્યે કરીને ગર્દ નું સ્વરૂપ કહીને હવે પ્રસ્તુતમાં તેની ઉપયોગિતા કહે છે કે ‘દરેક શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન સુધી અ≠ મંત્ર પ્રણિધાન કરવા યોગ્ય છે.' અહીં પંક્તિમાં ઞફ્ ‘અભિવિધિ’
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy