SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ સમાધાનઃ- ઉપેય એવા નિત્યશબ્દો વચ્ચે નિમિત્ત-નિમિત્તિભાવ ભલે ન હોય, છતાં તે ઉપેય એવા નિત્ય શબ્દોના પ્રતિપાદનમાં ઉપાયભૂત રેખાગવય સ્થાનીય પ્રકૃતિ-પ્રત્યય શબ્દો વચ્ચે નિમિત્ત-નિમિત્તિભાવ પ્રક્રિયામાં ઘટે છે. અર્થાત્ ઉપેય શબ્દોના પ્રતિપાદક શબ્દોનું વ્યાકરણશાસ્ત્ર ઉપાય પે વ્યવસ્થાપન કર્યું હોવાથી તેને અનુસાર વ્યાકરણશાસ્ત્રમાં પ્રકૃત્યાદિના વાચક શબ્દોને પંચમ્યાદિ અને સ આદિ પ્રત્યયના વાચક પદોને પ્રથમ વિભક્તિનો નિર્દેશ થઇ શકવાથી પ્રકૃત્યાદિ અને સન આદિ વચ્ચે નિમિત્ત-નિમિત્તિભાવ ઘટી શકે છે. આમ પ્રકૃત્યાદિ નિમિત્તો સન્ આદિ નિમિત્તિના પ્રયોજનની પૂર્તિ માટે હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞા નહીંથઇ શકે. લોકમાં પણ નિમિત્ત સદા નિમિત્તિના પ્રયોજનની પૂર્તિ માટે હોય છે, આ વાત જોવામાં આવે છે. જેમકેઘણાં બેઠેલાં લોકોને ઉદ્દેશીને કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછે કે આમાં દેવદત્ત કોણ છે?’ અને ‘યજ્ઞદત્ત કોણ છે?' ત્યારે બીજો કહે જે ઘોડા ઉપર બેઠેલો છે અને જે વ્યાસપીઠ ઉપર બેઠો છે'. અહીં જે ઘોડા ઉપર અને જે વ્યાસપીઠ ઉપર’ આમ કહેવામાં આવતાં ઘોડો અને વ્યાસપીઠ આ નિમિત્તો નિમિત્તિ માટે ઉચ્ચારેલાં હોવાથી પૂછનાર વ્યક્તિ ઘોડા ઉપર રહેલો તે દેવદત્ત અને વ્યાસપીઠ ઉપર રહેલો તે યજ્ઞદત્ત’ આ રીતે જ સમજે છે, પરંતુ તે ઘોડાને અને વ્યાસપીઠને કાંઇ દેવદત્ત અને યજ્ઞદત્ત રૂપે સમજતો નથી. અથવા પ્રધાનની સાથે સંબંધ થતો હોવાથી પ્રત્યયસંજ્ઞા પોતાના વિષયની પ્રાપ્તિ માટે પ્રધાનની અપેક્ષા રાખે છે, પરંતુ પરતંત્ર એવા અપ્રધાનની અપેક્ષા નથી રાખતી. તેથી અપ્રધાન પ્રકૃત્યાદિને પ્રત્યયસંજ્ઞા નહીં થાય આ વાત સિદ્ધ થાય છે. જેમકે લોકમાં એવું જોવા મળે છે કે ઘણા લોકો ચાલતા હોય ત્યારે એક વ્યક્તિ બીજાને પૂછે કે કોણ જાય છે?” ત્યારે બીજો કહે ‘રાજા જાય છે. અહીં મુખ્યની સાથે જ કાર્યનો સંબંધ થતો હોવાથી જે પૂછે છે અને જે જવાબ આપે છે તે બન્નેને તેઓમાં જે મુખ્ય હોય તે જ રાજા રૂપે સમજાય છે. આમ પણ જવાબ આપનાર પણ મુખ્યને ઉદ્દેશીને જ જવાબ આપે છે અને સાંભળનાર પણ તે રીતે જ સમજે છે. શંકા - બીજા લોકો રાજાને આધીન સ્થિતિવાળા હોવાથી ભલે રાજાનું પ્રાધાન્ય થાવ, પરંતુ અહીં કઈ વાતને લઈને સન્ આદિ શબ્દોનું પ્રાધાન્ય હોય છે? સમાધાન - પ્રયોજનને લઈને પ્રાધાન્ય હોય છે. શબ્દોમાં અપૂર્વ ઉપદેશ જ પ્રધાનતાનો આધાર હોય છે. જે શબ્દનો અપૂર્વ(નવો) ઉપદેશ હોય તે જ પ્રધાન બને. કેમકે બાકીના પ્રકૃત્યાદિ તેને માટે હોય છે. “ગુપ્તિનો રૂ.૪.૫” (A) ननु 'प्रधाने कार्यसंप्रत्ययात्' इत्यस्य पूर्वस्मात् परिहारात् को विशेष इत्यत्राह-प्रत्ययसंज्ञेति। पूर्वं प्रत्ययसंज्ञाया आकाङ्क्षामभ्युपगम्य प्रकृत्यादीनां निराकाङ्क्षत्वात् तत्संबन्धाभाव उक्तः। इदानीं तु प्रत्ययसंज्ञाया अप्याकाङ्क्षा नास्ति, पूर्ववाक्ये प्रधानतयावगतस्यैव संज्ञित्वेन तयाकाक्ष्यमाणत्वादिति सुतरां प्रकृत्यादीनां प्रत्ययसंज्ञायां सम्बन्धाभावोपपत्तिरिति प्रतिपाद्यत इति स्पष्टो भेद इत्याशयः। (पा.सू. ३.१.१ म.भाष्यप्रदीपनारायणीयम्)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy