SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.१ શંકા - ગઈ તો વર્ણોનો (અક્ષરોનો) સમુદાય છે, તેને અક્ષર રૂપે શી રીતે કહી શકાય? સમાધાન - સાચી વાત છે. પરંતુ અહીં ‘ર ક્ષતિ = ન રતિ સ્વસ્મ સ્વરૂપ તિ સક્ષર' આ સંદર્ભમાં ગઈ ને અક્ષર રૂપે કહ્યો છે, માટે કોઇ આપત્તિ નથી. આ સંદર્ભ મુજબ જે પોતાના સ્વરૂપથી ચલિત ન થતું હોય તેને અક્ષર કહેવાય. જેનો અર્થ તત્ત્વ, ધ્યેય યાવત્ બ્રહ્મ આ પ્રમાણે કરી શકાય છે. અથવા અક્ષર શબ્દનો અર્થ “વર્ણ કરીએ તો પણ કોઇ આપત્તિ નથી. મંત્રાત્મક વર્ણ બે પ્રકારે હોય છે. ફૂટ રૂપે અને અફૂટ રૂપે. તેમાં જે સંયુકત વર્ણાત્મક મંત્ર હોય છે તેને કૂટ કહેવાય છે; જેમ કે સવાર, વાર, મગૂંવાર વિગેરે, તથા અસંયુક્ત વર્ણાત્મક મંત્રને અકૂટ કહેવાય છે, જેમકે માર વિગેરે. આ કૂટમંત્રો વર્ણ રૂપે ગણાય છે માટે જ તેમને ‘વવ્યય૦િ ૭.૨.૨૬' સૂત્રથી વર્ણને આશ્રયીને થતો ર પ્રત્યય વૃદ્ધો કરે છે. વાત એવી છે કે સવાર ની જેમ કૂટ મંત્રોમાં એક જ અક્ષર મંત્રરૂપે હોય છે અને બાકીના અક્ષરો તેના પરિકર સ્વરૂપે હોય છે. પરિકર સહિતનો વર્ણ મંત્ર ગણાય. કેમકે પરિકર વિનાનો તે પોતાનું કાર્ય કરવા માટે (અર્થક્રિયા માટે) અસમર્થ હોય છે. તે પરિકર બાહ્ય અને આત્યંતર ભેદે બે પ્રકારનું હોય છે. મંડલ કરવું, મુદ્રા કરવી વિગેરે બાહ્ય પરિકર કહેવાય અને નાદ), બિંદુ, કલE) વિગેરે આત્યંતર પરિકર કહેવાય. આંતર પરિકર જ એક અક્ષરાત્મક મંત્રના કાર્યમાં ઉદ્દીપક બને છે અને તે આંતર પરિકરથી યુકત (= તાપૂતાનામું) મંત્ર જ પોતાના કાર્યનો જનક બને છે. મંડલ, મુદ્રાદિ તો એકલી પણ ફળજનક બને છે. (આગળનો કેટલોક નૃ. ન્યાસ ત્રુટિત છે.) (2) પરમેષ્ઠી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એમ પાંચ છે. તેમાં અરિહંત સિવાયના બાકીના ચારનો વ્યવચ્છેદ કરવા પ્રસ્તુતમાં પરમેષ્ઠિન: પદના વિશેષણ તરીકે પરમેશ્વરસ્ય આ વિશેષણ પદ મૂક્યું છે. પરમેશ્વર એટલે ચોત્રીસ અતિશયરૂપ પરમ ઐશ્વર્યના ભાગી એવા જિન. શંકા – ભલે પરમેષ્ટિ શબ્દ પંચ પરમેષ્ઠીનો વાચક સામાન્ય શબ્દ હોય છતાં સૂત્રમાં ‘ચોત્રીશ અતિશયોથી પૂજાને યોગ્ય અર્થને જણાવતું ગઈ પદ મૂક્યું હોવાથી પરષ્ટિન: પદથી અરિહંત જ જણાશે. તેથી પરમેશ્વરસ્ય વિશેષણ પદ મૂકવાની જરૂર નથી. સમાધાન - સાચી વાત છે. છતાં દેવતા કે ગુરુનું નામ ઉપપદ વિના ઉચ્ચારવું ન જોઈએ તથા પત્ની અને પોતાનું નામ તો કેમ કરીને પણ સ્વમુખે ન ઉચ્ચારવું જોઈએ.” આ કથન મુજબ ઉપપદ વિનાના દેવતાના (A) auત્યર્ચનત્તરમાવી અનુરણના શો નાદ (B) સ્થાનત્તરનિષ્પન્ન: નિરુત્વે પ્રસિદ્ધ શબ્દ તા. (C) શક્ય પ્રયત્ન આ પંકિત બેસાડી છે. જુદી રીતે આનો અર્થ સંગત થતો હોય તો વિદ્વાનો વિચારે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy