SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२९ ૨૧૫ [ઉપરોક્ત વાત સાંખ્યદર્શનના સિદ્ધાંત અનુસારે હોવાથી તેને સ્પષ્ટતાપૂર્વક સમજવા સૌ પ્રથમ સાંખ્ય દર્શનના સિદ્ધાન્તોની કેટલીક સમજ મેળવી લઇએ - સાંખ્યોએ ‘૨૫' તત્ત્વો માન્યા છે. તેમાં પુરુષ (આત્મા) અને પ્રકૃતિ (પ્રધાન/અવ્યક્ત) આબે મૂળ તત્ત્વો છે. પુરુષ પ્રકૃતિ સ્વરૂપ પણ નથી અને વિકૃતિ સ્વરૂપ પણ નથી. તે કેવળ ચૈતન્ય સ્વરૂપ, અપરિણામી, કમળની પાંખડી જેવો નિર્લેપ (શુદ્ધ) છે. પ્રકૃતિ સત્વ, રજસ્ અને તમન્ આ ત્રણ ગુણમય-અચેતન છે. આખું જગત સુખ, દુઃખ અને મોહથી ઘેરાયેલું જોવા મળતું હોવાથી તેમના કારણ તરીકે કમશઃ સત્વ, રજ અને તેમની કલ્પના કરવામાં આવી છે. હવે પ્રકૃતિ પુરુષના ઉપભોગને માટે બુદ્ધિ (મહત) વિગેરેના કમે પરિણમે છે. જેમકે – પ્રકૃતિ બુદ્ધિ રૂપે પરિણમે. બુદ્ધિ અહંકાર રૂપે પરિણમે. “અહંકાર” શ્રોત્ર, તક, ચક્ષુ, રસના અને ઘાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયરૂપે; વાક, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિય રૂપે ; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રા રૂપે અને મન રૂપે પરિણમે. શબ્દાદિ પાંચ તન્માત્રા પૈકી પાંચે મળી પૃથ્વી રૂપે, પહેલી ચાર મળી જળ રૂપે, પહેલી ત્રણ મળી તેજ રૂપે, પહેલી બે મળી વાયુ રૂપે અને શબ્દ તન્માત્રા આકાશરૂપે પરિણમે. આને આપણે રેખાચિત્રથી સમજીએ - ર૫ તત્ત્વોનું રેખાચિત્ર પ્રકૃતિ (સત્વ, રજા, તમસમય) પુઆ (અપરિણામી નિત્ય) ૨૦Y મન ૫ જ્ઞાનેન્દ્રિય ૫ ૬ ૭ ૮ ૯ (શ્રોત્ર, વર્ક, ચક્ષ, રસના, ઘાણ) ૫ કર્મેન્દ્રિય ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ (વાક, પાણિ, પાદ, પાય, ઉપસ્થ) ૫ તન્માત્રા ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ સ્પર્શ,રૂપ,રસ, ગંધ) ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ આકાશ વાયુ તેજ જલ પૃથ્વી આ રીતે વિવિધ સ્વરૂપે પરિણમતી અચેતન એવી પણ પ્રકૃતિ અદષ્ટ (પુણ્યપાપ) ના સહારે ચેતન એવા પુરમને ભોગ, સ્વર્ગ, નરકાદિ ફળો આપવા પ્રવર્તે છે. જગતમાં પુરુષ સિવાયની કોઇ વસ્તુઓ છે, તે બધી પ્રકૃતિની પેદાશ છે અને પ્રકૃતિ પોતે જ બધું પેદા કરે છે. પુમ અકિંચિત્કર છે. આ તો અરીસા સ્વરૂપે મનાતી પ્રકૃતિમાં
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy