________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પ્રતિબોધ કરવાથી સમસ્ત પૃથ્વી મંડળને વિષે અભયદાન વિગેરે સંખ્યાતીત પ્રભાવક કાર્યોના નિર્માણ દ્વારા સ્મૃતિને વિશે સંચરતા કર્યા છે. પૂર્વાચાર્ય એવા શ્રી વજસ્વામી આદિ પ્રવર સૂરિભગવંતોને જેમણે એવા સુગૃહીતનામધેય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ગાઢ જડતાથી ગ્રસ્ત એવા સમગ્ર વિશ્વને જોઇને તેની અનુકંપાથી યુક્ત ચિત્તવાળા અને માટે જ શબ્દાનુશાસનને (વ્યાકરણને) રચવાની ઇચ્છાવાળા સૌ પ્રથમ મંગલ માટે તથા અભિધેયના પ્રતિપાદનને માટે પ્રખ્ય પરમાત્માનું.' શ્લોક દ્વારા ઇષ્ટદેવને નમસ્કાર કરે છે.
બૃહત્તિ મંગલઃ 'प्रणम्य परमात्मानं श्रेयःशब्दानुशासनम्। आचार्यहेमचन्द्रेण स्मृत्वा किञ्चित् प्रकाश्यते।।'
શ્લોકાઈ - પરમાત્માને પ્રણામ કરીને, પૂર્વાચાર્યોના કથનનું સ્મરણ કરીને આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ દ્વારા સમ્યક્ શબ્દોનું અનુશાસન કંઇક પ્રકાશિત કરાય છે.
૦ શ્લોકના એક-એક પદનો અર્થ તથા તેને લઇને વિશેષ પદાર્થની વિચારણા ૦ * પ્રાપ્ય – શંકા - પ્રાચ એ કર્મણિ પ્રયોગ છે કે ભાવે પ્રયોગ છે? સમાધાન - ભાવે પ્રયોગ છે. શંકા - તો અહીં પરમાત્માનમ્ કર્મ શી રીતે સંભવે ? કેમકે ભાવે પ્રયોગમાં કર્મ ન આવે.
સમાધાનઃ- ભાવની વિવક્ષામાં (ભાવે પ્રયોગમાં) સકર્મક ધાતુઓને જો ત્યAિ (તેમજ ત્ય, () કે હનઈ) પ્રત્યય લાગે તો તેઓ સ્વાભાવિકપણે કર્મને દૂર કરે છે (અર્થાત્ ત્યાં કર્મ આવી શકતું નથી.), પણ કૃત્ પ્રત્યય લાગે તો કર્મને દૂર કરતા નથી. પ્રસ્તુતમાં પ્રાણી કૃત્ પ્રત્યયાત (કૃદંત) હોવાથી પરમાત્માનમ્ કર્મ સંભવી શકે છે. આશય એ છે કે કર્મણિ પ્રયોગમાં પ્રત્યય કર્મની પ્રધાનતામાં થતો હોવાથી કર્મ ઉક્ત બને. તેથી ‘કાર પ્રથમ સા નિયમ મુજબ કર્મને પ્રથમ વિભકિત થાય. 'પ્રણવ પરમાત્માનમ્' એ જ કર્મણિ પ્રયોગ હોત તો ત્યાં પ્રત્યયથી કર્મ ઉક્ત થતા પરમાત્મા આમ પ્રથમ વિભકિત થાત, પરંતુ દ્વિતીયા વિભકિત થઈ છે એ જ બતાવે છે કે આ કર્મણિ પ્રયોગ નથી પણ ભાવે પ્રયોગ છે.
શંકા - મંગલશ્લોકમાં નવા પ્રયોગ કરત તો પણ ચાલત, છતાં ત્યાં પ્રકાર શા માટે કર્યો છે?
સમાધાન - 5 ઉપસર્ગ કરવા દ્વારા તેમણે બે કાર્ય કર્યા છે. એક તો જે નમસ્કાર કરાઈ રહ્યો છે, તે માનસિક નમસ્કાર છે તેવું જણાવ્યું છે. કારણ પ્રકર્ષે કરીને નમવાનું મનમાં હોય છે. તથા બીજું ઉપહાસનમસ્કારનો (A) અહીં ત્યાર થી આત્મપદના તે વિગેરે પ્રત્યયો સમજવા, પરમૈપદના તિ વિગેરે નહિ.