SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૨.૨૭ ૧૭૫ નામથી વાચ્ય કોઇ વસ્તુ હોય, તેમ જ પૃ નામથી વાચ્ય કોઇ વસ્તુ હોય તો જ શાકૃ" શબ્દ દ્વારા બુદ્ધિમાં તે બેના સંયોગરૂપ પદાર્થ ઉપસ્થિત થાય. આમ બુદ્ધિ બાહ્યપદાર્થના આલંબને છે. છતાં જો તમે એમ ન સ્વીકારો તો તમને મિથ્યાત્વનો પ્રસંગ આવશે. વળી બાહ્યપદાર્થના અભાવમાં સત્યાસત્યની વ્યવસ્થા પણ નહીં ઘટે, કેમકે લોકવ્યવહારમાં બાહ્યપદાર્થના આધારે જ સત્યાસત્યનો નિર્ણય કરાય છે. વ્યક્તિ આંબો કહે ને ‘આંબો' નીકળે તો સાચો અને ‘આકડો’ નીકળે તો ખોટો કહેવાય. હવે બાહ્ય પદાર્થને ન સ્વીકારતા ફક્ત અંતરંગ બુદ્ધિપદાર્થને જ સ્વીકારો તો બુદ્ધિના સ્વરૂપમાં વિશેષતા પ્રાપ્ત ન થઇ શકે. કેમકે બાહ્યવસ્તુ હોય તો તેના આધારે બુદ્ધિ વિવિધ સ્વરૂપને પામી શકે. કાંઇ દેખ્યું જન હોય તો બુદ્ધિ શુંઆકાર લે? તેથી બુદ્ધિ ફક્ત એક સ્વરૂપવાળી થવાથી ‘આસાચું અને આખોટું આવો વિકલ્પ ઘટી ન શકે. વળી બુદ્ધિ સમ્યક્ (પ્રમાત્મક) છે કે મિથ્યા (ભ્રમાત્મક) છે, તેનો નિર્ણય પણ બાહ્યવસ્તુની વિદ્યમાનતાઅવિદ્યમાનતાના આધારે છે. જેમકે કોઈને અમુક ચળકતી વસ્તુને જોઇને ‘ä તમ્' આવી બુદ્ધિ થાય અને એ વખતે જો એના હાથમાં ચાંદી આવે તો એનું જ્ઞાન સમકહેવાય અને છીપ હાથમાં આવે તો મિથ્યા કહેવાય. આ બધું નજરમાં રાખતા બહિરંગ પદાર્થને સ્વીકારવા જ પડે. હવે બહિરંગ પદાર્થનો નિયમ કરીએ અર્થાત ફકત બહિરંગ પદાર્થને જ સ્વીકારીએ તો બુદ્ધિનો અભાવ થવાથી તેને આશ્રયીને થતો ઉપર શંકામાં કહ્યા પ્રમાણેનો લૌકિક વ્યવહાર તેમજ શાસ્ત્રીય પ્રક્રિયાઓન ઘટી શકે. અર્થાતૃલોકમાંmોહીવા, શશી વિ. શસ્ત્રયોગોનહીંથઇ શકે અને વ્યાકરણશાસ્ત્રમાં આવા શબ્દોને નામસંજ્ઞા, વિભક્તિપ્રત્યયો વિ. નહીં લાગી શકે. માટે બહિરંગ ઘટાદિ પદાર્થ અને અંતરંગ બુદ્ધિ પદાર્થ બન્નેને સ્વીકારવા જરૂરી હોવાથી અહીં બન્નેને સૂત્રસ્થ અર્થ શબ્દનાવા તરીકે સ્વીકારવામાં આવે છે. (3) હવે તે બહિરંગ અને અંતરંગ અભિધેય રૂપ અર્થ પૈકી બહિરંગ અર્થ પાંચ પ્રકારે છે કે સ્વાર્થ, દ્રવ્ય, લિંગ, સંખ્યા અને શક્તિ. આ પાંચ સિવાય ઘ કાર વિગેરેથી ઘોય એવા પણ સમુચ્ચય વિગેરે સમાસાદિથી વાગ્ય બનતા હોવાથી તેને પણ અભિધેયરૂપે ગણવામાં આવે છે. તેમાં સ્વાર્થ એટલે અસાધારણ ધર્મ રૂપ વિશેષણ કે જે પ્રવૃત્તિનિમિત્ત (શબ્દનો પ્રયોગ થવામાં નિમિત્ત) રૂપ હોય છે અને ત્વ, ત વિગેરે પ્રત્યયથી અભિધેય બને છે. આને માવ, વિશેષ કેશુળ પણ કહેવાય છે. (A) સ્વાર્થ છ પ્રકારે સંભવે છે સ્વરૂપ, જાતિ, ગુણ, સંબંધ, ક્રિયા અને દ્રવ્ય રૂપે. તેમાં સ્વરૂપ એટલે એક વ્યક્તિમાં વર્તનાર ડિસ્થત્વ, ઘટત્વત્વ વિગેરે અસાધારણ ધર્મ (D) આ ધર્મો શબ્દસ્વરૂપાત્મક હોય છે. વાત એવી છે કે હિન્દુ, ઘટત્વ વિગેરે શબ્દો બીજી કોઈ વસ્તુના વાચક ન બનતા ફક્ત પોતાના અભિધેય એવા ડિલ્થ વ્યક્તિ કે ઘટત જાતિ રૂપ એક (A) જુઓ ‘નાના પ્રથમૈ૦ ૨.૨.૩૨' સૂત્રની બૂવૃત્તિ અને બુ. ન્યાસ. (B) अत्र स्वरूपं जात्यात्मकमसाधारणरूपम्, यथा डित्थस्य डित्थत्वम्। जातिः सामान्यम्, यथा गवां गोत्वम् (कातन्त्रव्या. ‘૨.૧.૨' તુટી)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy