________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને
૧૭૦
અપ્રયુજ્યમાન મસ્તિ આખ્યાતને આ સૂત્રથી વાય સંજ્ઞા થશે. સ્વમ્ એ અસ્તિ નું સમાનાધિકરણ વિશેષણ છે. ફળ – ‘૩ ૩સા તે મે ર.૧.રરૂ' સૂત્રથી તવ નો તે આદેશ થયો.
(5) શંકા ઃ- શબ્દનો પ્રયોગ બીજાને અર્થનો બોધ કરાવવાનો ઉપાય છે. હવે વાક્યમાં શબ્દનો પ્રયોગ ન કરીએ છતાં પ્રયુક્ત-અપ્રયુક્ત શબ્દો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ માનીએ તો અતિપ્રસંગ (દોષ) આવે. કારણકે જેનો જેનો વાક્યમાં પ્રયોગ કરાયો નથી, તે બધા જ શબ્દો અપ્રયુષ્યમાનત્તેન (અપ્રયુજ્યમાનત્વ ધર્મની અપેક્ષાએ) અવિશેષ (સરખા) હોવાથી બધા જ શબ્દો બધાના વિશેષણ કે વિશેષ્ય માનવા પડશે.
બીજી વાત એ પણ છે કે – શબ્દ સ્વરૂપ વિશેષણ કે વિશેષ્ય અપ્રયુજ્યમાન હોવા છતાં જો અર્થનો બોધ કરાવવામાં સમર્થ થઇ શકતા હોય તો સર્વસ્થળે તેમનો પ્રયોગ જ ન કરવો જોઇએ. કારણ અર્થબોધ થવા રૂપ ફળ પ્રાપ્ત થઇ ચૂક્યા બાદ શબ્દપ્રયોગ કરવાનો શું અર્થ ?
સમાધાન :- • શબ્દપ્રયોગ બીજાને માટે કરાય છે. અર્થાત્ બીજાને જે અર્થ આકાંક્ષિત હોય અને પાછો ન જણાયો હોય તે અર્થ વક્તાએ શબ્દથી પ્રતિપાદન કરવાનો હોય છે. બીજાને અર્થનો બોધ કરાવવામાં કેવળ શબ્દ જ એક ઉપાય છે એવું નથી. અર્થ, પ્રકરણ, શબ્દાન્તર સંનિધિ^) વિગેરે અનેક તેના ઉપાયો છે. ત્યાં જ્યારે શબ્દ સિવાયના અન્ય કોઇ ઉપાયથી શ્રોતાને વિશેષણ (કારક વિગેરે) કે વિશેષ્ય (આખ્યાત) પ્રતીત થઇ જાય ત્યારે આકાંક્ષા(B) પૂર્ણ થવાથી તેને અર્થનો બોધ થઇ જાય છે, માટે તે અર્થનું અભિધાન કરનાર શબ્દનો પ્રયોગ વાક્યમાં નથી કરાતો. આમ આવા પ્રસંગે શબ્દની અપ્રયુજ્યમાનતા ઘટે છે. આથી ‘સર્વસ્થળે શબ્દનો પ્રયોગ જ ન કરવો જોઇએ’ એ તમારી વાત ટકતી નથી.
તથા અપ્રયુજ્યમાનત્વેન બધા શબ્દો અવિશેષ હોવા છતાં પ્રકરણાદિ વશ જેનો અર્થ પ્રતીત થાય છે તે શબ્દ બીજા શબ્દો કરતા એ સ્વરૂપે વિશેષ છે, તેથી તે શબ્દ જ વિશેષણ કે વિશેષ્ય બનશે, બધા નહીં. આમ બધા શબ્દો બધાના વિશેષણ કે વિશેષ્ય માનવા રૂપ આપત્તિ પણ આવતી નથી.
(A) અર્થથી : ગોપાલમાતૂય માળવામષ્યાયિતિ' આ વાક્યમાં અર્થથી જણાય છે કે ગોપાન એ ગોવાળીયાનો નહીં પણ ભટ્ટપુત્રનો વાચક છે.
પ્રકરણથી : ‘સેન્જવમાનવ’ અહીં ભોજનનાં વિષયમાં સેન્સવ નો અર્થ લવણ (મીઠું) થશે. શિકારના પ્રકરણમાં સૈન્યવ નો અર્થ અશ્વ થશે.
શબ્દાન્તર સંનિધિથી : ‘રામ-ક્ષ્મિળો' અહીં રામના સંનિધાનથી ‘લક્ષ્મણ’ દશરથપુત્ર જ લેવાનો, દુર્યોધન પુત્ર નહીં અને લક્ષ્મણના સંનિધાનથી ‘રામ’ દશરથપુત્ર જ લેવાનો, જમદગ્નિપુત્ર નહીં. (આ અંગે વિશેષ
જાણવું હોય તો બૃ. ન્યાસના ૧.૪ ના અમારા વિવરણનું પેજ - ૨૧૨, ૨૧૩ જુઓ.)
(B) येन पदेन विना यत्पदस्याऽन्वयाननुभावकत्वं तेन पदेन सह तस्याकाङ्क्षा ।