SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (viii) વ્યાકરણમાં બે પક્ષ જોવા મળે છે ; પદસંસ્કારપક્ષ અને વાક્યસંસ્કારપક્ષ વાક્યમાંના બીજા પદોને નિરપેક્ષપણે જો વિવક્ષિત પદને સાધવામાં આવે તો પદસંસ્કારપક્ષ આદર્યો કહેવાય અને વાક્યમાંના બીજા પદોને સાપેક્ષપણે જો વિવક્ષિત પદને સાધવામાં આવે તો વાક્યસંસ્કારપક્ષ આદર્યો કહેવાય. વ્યાકરણકારો સાધુપ્રયોગની સિદ્ધિ માટે જે અવસરે જે પક્ષનો આશ્રય કરવો જરૂરી બને તેનો આશ્રય કરે છે. જેમકે નવી જૂભું પાતયતિ (નદી કિનારાને પાડે છે) વાક્યમાં નદી જડ વસ્તુ હોવાથી તેમાં ચેતનને લગતી પાડવાની ક્રિયા સંભવે નહીં. તેથી જો પાતતિ પદને સાપેક્ષપણે નવી કર્તૃપદને સાધવા જઇએ તો તે શક્ય ન બને. તેથી આવા સ્થળે પદસંસ્કારપક્ષને આશ્રયી પાતતિ પદને નિરપેક્ષપણે નવી પદને સાધી લેવામાં આવે છે. જ્યાં કોઇ મુશ્કેલી નડતી ન હોય ત્યાં વાક્યસંસ્કારપક્ષનો આશ્રય કરવામાં વાંધો નથી. અમદાવાદ ગુજરાત કોલેજમાં વ્યાકરણ વિષયનું અધ્યાપન કરાવતા પં. વસંતભાઇ મનુભાઇ ભટ્ટે તેમના પાણિનીય વ્યાકરણ વિમર્શ લેખસંપુટમાં સિદ્ધહેમ વ્યાકરણ ઉપર લેખ લખ્યો છે. જેમાં સિદ્ધહેમ વ્યાકરણની ખૂબીઓ ભેગી ‘છ’ ખામીઓ બતાવી છે. તેમાં તેમણે એક ખામી એ બતાવી છે કે ‘સિદ્ધહેમ વ્યાકરણ પદસંસ્કારપક્ષને સ્વીકારે છે, વાક્યસંસ્કારપક્ષને નહીં’ અને ‘પાણિનિ વ્યાકરણ વાક્યસંસ્કારપક્ષને સ્વીકારે છે’ એમ કહી તેની શ્રેષ્ઠતા સ્થાપિત કરી છે. હવે આપણે ‘પ.પૂ. ૧.૬.૮' ના જિનેન્દ્રબુદ્ધિન્યાસનો પાઠ દેખી વિચારણા કરીએ કે ‘શું પાણિનિ વ્યાકરણ ફક્ત વાક્યસંસ્કારપક્ષને જ સ્વીકારે છે ? અને સિદ્ધહેમ વ્યાકરણ માત્ર પદસંસ્કારપક્ષને જ સ્વીકારે છે કે વાક્યસંસ્કારપક્ષને પણ સ્વીકારે છે ?’ પાઠ આ પ્રમાણે છે – कौ स्तः, यौ स्त इति। अस्तेर्लट्, तस्, अदादित्वाच्छ्पो लुक् पूर्वविधावावादेशे यणादेशे च कर्तव्ये स्थानिवत् स्यादिति। कथं पुनः स्थानिवत् स्यात्, यावता पदसंस्कारायैव प्रयुक्तत्वाद् व्याकरणस्य ? 'स्तः' इत्यादिकं पदं पदान्तरनिरपेक्षमेव संस्क्रियते, अनादिष्टादचो यः पूर्वः तस्य विधिं प्रति स्थानिवद्भावेन भवितव्यम् । न चायं प्रकार : पदान्तरनिरपेक्षे पदसंस्कारे सम्भवति ; 'स्तः' इत्यादिके पदे संस्क्रियमाणे कावित्यादेः पदान्तरस्याऽसन्निधानात् । किं पुनरिदं राजशासनम् -पदसंस्कारायैव शब्दानुशासनं कर्तव्यमिति ? अथ शास्त्रकारस्यैवाऽयमभिप्रायः ? इति चेत्, न; शास्त्रकारेण हि 'युष्मद्युपपदे समानाधिकरणे स्थानिन्यपि मध्यमः' इति युष्मदाद्युपपदे मध्यमादिपुरुषविधानाद् वाक्यसंस्कारप्रयुक्तमपि शास्त्रमेतदिति सूचितम् । अत्र 'कौ' इत्यादिकं पदं प्रागेव व्यवस्थाप्य 'स्तः' इत्यादेः पदस्य संस्कारे क्रियमाणेऽनादिष्टादचः पूर्वमौकारादिर्भवतीति स्थानिवद्भावः स्यात् । अतः प्रतिषेध उच्यते । અર્થ – વો સ્તઃ અને યો સ્તઃ સ્થળે અસ્ ધાતુને ‘વર્તમાને હ્રદ્’ સૂત્રથીત્ત પ્રત્યય, ‘તિ-તસ્-જ્ઞિ॰' સૂત્રથી નર્ નોતર્ આદેશ, અર્ ધાતુ વાલિ ગણનો હોવાથી તેને લાગેલા વ્ (શવ્) વિકરણ પ્રત્યયનો લોપ તથા સ્ •ના 5 નો લોપ થતા જો ક્ + તમ્ અવસ્થામાં જો ના મો નો વ્ આદેશ થવા રૂપ પૂર્વવિધિ પ્રાપ્ત હોવાથી લોપાયેલ સ્ ના નો સ્થાનિવૃદ્ધાવ મનાશે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy