________________
१.१.९ (આદેશ) તો હાજર હોવો જોઇએ ને? કારણ પહેલા સંજ્ઞી(A) હોય ને પછી એની સંજ્ઞા હોય. આમ નકકી થયું કે – “પહેલા આદેશ હોય અને પછી એની સંજ્ઞા હોય.'
ટૂંકમાં સંજ્ઞા હોય તો જ આદેશ થઇ શકે ને આદેશ થાય તો જ તેની સંજ્ઞા હોઇ શકે. આમ આદેશ સંજ્ઞાની અપેક્ષા રાખે છે અને સંજ્ઞા આદેશની અપેક્ષા રાખે છે. આ પરસ્પરની અપેક્ષાને ઇતરેતરાશ્રય (અન્યોન્યાશ્રય) દોષ કહેવાય છે. એ દોષથી દૂષિત તમારૂ સૂત્ર સંજ્ઞા' કાર્ય નહીં કરી શકે.
સમાધાન - તમે સાદ્વાદને બરાબર સમજી નથી શક્યા, માટે તમને આવી કુશંકાઓ થાય છે. તમે શબ્દને એકાન્ત અનિત્ય માની બેઠા છો, તેથી આ શંકા તમને ઊભી થઇ છે. ખરેખર તો પર્યાયાર્થિક નયથી શબ્દ જેમ અનિત્ય છે, તેમ દ્રવ્યાર્થિકનયથી શબ્દ નિત્ય છે. ‘: રોત્તિ' ઇત્યાદિ રૂપે એ શબ્દો અનાદિથી વ્યવસ્થિત છે. વ્યાકરણશાસ્ત્ર કાંઇ શબ્દો બનાવતું નથી, પરંતુ અખંડપણે વિદ્યમાન એવા જે શબ્દો, તેની અલ્પમાં અલ્પ ઉપાયો દ્વારા અર્થપ્રતીતિ થાય તે માટે પ્રકૃતિ-પ્રત્યય ઇત્યાદિ ઉપાયોનું અવલંબન થઇ ઉત્સર્ગ-અપવાદ સ્વરૂપ નિયમો દ્વારા તે શબ્દોનું પ્રતિપાદન કરે છે. આમ શબ્દો, તેના આદેશો આ બધુ અનાદિથી સિદ્ધ જ છે. માટે
આદેશ કરતા સંજ્ઞાનું અસ્તિત્વ પહેલું હોય એ તમારી વાત ખોટી ઠરે છે. તેથી અહીં ઇતરેતરાશ્રય દોષ નથી તથા આ સૂત્રથી ના આદેશ એવા (:) ની સંજ્ઞા કરવામાં કોઈ દોષ નથી.
(2) ‘વિસર્ગ' શબ્દના અનેક અર્થ જોવામાં આવે છે. જેમકે (૧) તાલ અને ઓષ્ટપુટમાં સંગ્રહ કરેલા વાયુનું વિસર્જન કરવું તે વિસર્ગ (B) કહેવાય. (૨) જેના દ્વારા અર્થ વિરામ પામે છે તેને વિસર્ગ કહેવાય. (૩) વિસf શબ્દને પ્રત્યય કર્મમાં થતા પ્રત્યયોનું ઉપલક્ષણ છે. તેથી વિસના બદલામાં વિષ્ણુ અને વિસર્જન D) શબ્દો પણ વાપરી શકાય છે.
(૩) બિંદુ સ્વરૂપ અનુસ્વાર અને બિંદુદયસ્વરૂપ વિસ નું ઉચ્ચારણ સ્વરની સહાય વિના શક્ય નથી, તેથી સૂત્રમાં આ કારનું ગ્રહણ છે.
શંકા - સ્વરની સહાયથી જ ભલે અનુસ્વારાદિનું ઉચ્ચારણ શક્ય હોય પણ તે સ્વર તરીકે પ્રકારનું જ ગ્રહણ કેમ? બીજા કોઈ સ્વરનું કેમ નહીં? (A) પ્રસિદ્ધ સંજી, ગપ્રસિદ્ધ જ સંજ્ઞા (૧.૧.૪ ખૂ. ન્યાસ) (B) ताल्वोष्ठपुटसंगृहीतस्य वायोर्विसर्जनं विसर्गः, स तु पार्श्ववर्तिबिन्दुद्वयं रूढः । (C) પ્રતિપત્વેિ સતિ વેતરતિપાત્વમુનક્ષત્વમ્ (D) વિસર્કની શબ્દની ‘વિવિધ સંસ્કૃત્તેિ તિ વિસર્ગની:' આવી વ્યુત્પત્તિ પણ જોવામાં આવે છે. તેનો અર્થ
“જે જિહામૂલીય, ઉપપ્પાનીય, સ, વિગેરે વિવિધ રૂપને પ્રાપ્ત કરે તે વિસર્જનીય.”