SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય (શાસ્ત્ર. સમુ. માં) કહ્યું છે કે “હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ, મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર, એમ કુલ દશ પાપના હેતુઓ છે.” આ અસદાચારની નિંદા કરવી. જેમકે “મિથ્યાત્વ સમાન બીજો કોઇ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન બીજું કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમાન બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ સમાન બીજો કોઈ અંધકાર નથી. (૧) કારણકે શત્રુ, ઝેર, અંધકાર અને રોગ માત્ર એક જન્મમાં દુઃખ આપે છે, દુરંત મિથ્યાત્વ તો જીવને દરેક જન્મમાં દુઃખ આપે છે. (૨) આથી જીવ પોતાને જ્વાલાઓથી વ્યાપ્ત અગ્નિમાં નાખી દે એ શ્રેષ્ઠ છે, પણ મિથ્યાત્વ યુક્ત જીવન જીવવું એ ક્યારે પણ સારું નથી.” આ પ્રમાણે મિથ્યાત્વની નિંદા કરવી. એ પ્રમાણે હિંસાદિમાં પણ નિંદાની યોજના કરવી. (૧૯) તથા तत्स्वरूपकथनम् ॥२०॥७८॥ इति। तस्य असदाचारस्य हिंसादेः स्वरूपकथनम्, यथा प्रमत्तयोगात् प्राणिव्यपरोपणं हिंसा, असदभिधानं मृषा, अदत्तादानं स्तेयम्, मैथुनमब्रह्म, मूर्छा परिग्रहः (तत्त्वार्थसू. ૭. | ૮-૧-૧૦-99-9૨) રૂત્યાદ્રિ |ીરી અસદાચારનું સ્વરૂપ કહેવું. હિંસા વગેરે અસદાચારનું સ્વરૂપ કહેવું. જેમકે પ્રમાદના કારણે જીવનો વિનાશ એ હિંસા છે. પ્રમાદથી અસદુ (અયથાર્થ) બોલવું એ અસત્ય છે. પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ લેવી તે ચોરી છે. મૈથુન એ અબ્રહ્મ છે. જડ કે ચેતન વસ્તુ ઉપર મૂચ્છ કરવી એ પરિગ્રહ છે. એ પ્રમાણે મિથ્યાત્વ વગેરેનું પણ સ્વરૂપ કહેવું. (૨૦) તથા– સ્વયં પરિહારઃ રા૭al રૂતિ ! स्वयम् आचारकथकेन परिहारः असदाचारस्य संपादनीयः, यतः स्वयमसदाचारमपरिहरतो धर्मकथनं नटवैराग्यकथनमिवानादेयमेव स्यात्, न तु મધ્યસિદ્ધિગિરિ ||રકા જાતે અસદાચારનો ત્યાગ કરવો. આચારનો ઉપદેશ આપનારે જાતે અસદાચારનો ત્યાગ કરવો. કારણકે જાતે અસદાચારનો ત્યાગ ન કરનારનો ધર્મોપદેશ નટે આપેલા વૈરાગ્યના ઉપદેશની જેમ અનાદેય બને છે, પણ સાધ્યની ૭૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy