________________
પહેલો અધ્યાય
ધર્મબિંદુપ્રક૨ણ
ગુણોમાં પક્ષપાત કરવો. ગુણો એટલે સ્વ-પરના ઉપકારના કારણ એવા દાક્ષિણ્ય, ઉદારતા, સ્થિરતા, પ્રિયવચન અને પૂર્વભાષણ વગેરે આત્મધર્મો. ગુણોમાં પક્ષપાત એટલે ગુણી જીવો ઉપર બહુમાનભાવ રાખવો, તેમની પ્રશંસા કરવી તેમને સહાય કરવી ઈત્યાદિ રીતે ગુણી આત્માઓને અનુકૂલ પ્રવૃત્તિ કરવી. ગુણપક્ષપાતવાળા જીવોને બહુમાનદ્વારા અવશ્ય ફલ આપે એવા પુણ્યનું નિર્માણ થાય છે. આ પુણ્યનિર્માણના સામર્થ્યથી તે જીવો નિયમા આ લોક અને પરલોકમાં શરદ ઋતુનાં ચંદ્રકિરણોના સમૂહસમાન ઉજ્જ્વળ ગુણસમૂહને પામે છે. કારણ કે ગુણોમાં બહુમાનનો આશય ચિંતામણિ રત્નથી પણ અધિક શક્તિથી યુક્ત છે. (૫૭)
(૩૧) હાપોહારિયોન રૂતિ ॥૧૮॥ કૃતિ ।
ऊहश्चापोहश्च, आदिशब्दात् तत्त्वाभिनिवेशलक्षणो बुद्धिगुणः शुश्रूषा श्रवणग्रहण-धारणा-विज्ञानानि च गृहयन्ते इत्यष्टौ बुद्धिगुणाः, तत ऊहापोहादिभिर्योगः समागमोऽनुष्ठेय इति, तत्र प्रथमतस्तावच्छ्रोतुमिच्छा शुश्रूषा श्रवणमाकर्णनम्, ग्रहणं शास्त्रार्थोपादानम्, धारणा अविस्मरणम्, मोह-सन्देह - विपर्यासव्युदासेन ज्ञानं विज्ञानम्, विज्ञातमर्थमवलम्ब्यान्येषु व्याप्त्या तथाविधेषु वितर्कणमूहः, उक्ति-युक्तिभ्यां विरुद्धादर्थाद् हिंसादिकात् प्रत्यपायसंभावनया व्यावर्तनमपोहः, अथवा सामान्यज्ञानमूहः, विशेषज्ञानमपोहः, विज्ञानोहापोहविशुद्धम् इदमित्थमेव' इति निश्चयः तत्त्वाभिनिवेशः, एवं हि शुश्रूषादिभिर्बुद्धिगुणैरुपहितप्रज्ञाप्रकर्षः पुमान्न कदाचिदकल्याणमाप्नोति, यदुच्यतेजीवन्ति शतशः प्राज्ञाः, प्रज्ञया वित्तसंक्षये । न हि प्रज्ञाक्षये कश्चिद्, वित्ते सत्यपि जीवति ||૪|| ( ) કૃતિ ।। इतिशब्दः प्रस्तुतस्य सामान्यतो गृहस्थधर्मस्य परिसमाप्त्यर्थ इति ।।५८।।
ઊહ-અપોહ આદિ બુદ્ધિના આઠ ગુણોનો યોગ કરવો. આદિ શબ્દથી તત્ત્વાભિનિવેશ, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા અને વિજ્ઞાન એ છ બુદ્ધિગુણો સમજવા. તેમાં શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. શ્રવણ એટલે સાંભળવું. ગ્રહણ એટલે શાસ્ત્રના અર્થને સ્વીકારવો ( = સમજવો). ધારણા એટલે યાદ રાખવું. મોહ (= અનધ્યવસાય), સંશય અને વિપર્યાસથી રહિત જ્ઞાન તે વિજ્ઞાન, જાણેલા
તથા
* અનધ્યયવસાય – સંશય - વિપર્યાસનો અર્થ પહેલા અધ્યાયના બાવીસમા સૂત્રમાં ટીપ્પણમાં જણાવ્યો છે.
૫૪