SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધ્યાય ધર્મબિંદુપ્રક૨ણ આય પ્રમાણે વ્યય કરવો. વ્યાજ આદિમાં યોજેલા ધન અને ધાન્ય આદિની વૃદ્ધિ એ આય છે. (આય, આવક, કમાણી વગેરે શબ્દોનો એક જ અર્થ છે.) પોષણ કરવા યોગ્ય માણસોનું પોષણ કરવું, પોતે સુખો ભોગવવા, દેવપૂજા અને અતિથિપૂજા વગેરે કાર્યોમાં ધનનો ખર્ચ કરવો તે વ્યય છે. આય પ્રમાણે વ્યય કરવો એટલે આવકનો ચોથો ભાગ ઈત્યાદિ ખર્ચ કરવો. આ વિષે નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છેઃ – ‘(મધ્યમ આવકવાળો ગૃહસ્થ) પોતાની આવકનો ચોથો ભાગ નિધાન રૂપે રાખી મૂકે, ચોથો ભાગ નવી કમાણી કરવામાં રોકે, ચોથો ભાગ ધર્મમાં અને પોતાના ઉપભોગમાં વાપરે અને ચોથો ભાગ પોષણ કરવા લાયક કુટુંબના પોષણમાં ખર્ચે. તથા (બહુ સુખી ગૃહસ્થ) આવકનો અર્ધાથી પણ કંઈક અધિક ભાગ ધર્મમાં વાપરે, બાકી રહેલા ધનથી બાકીના આ લોકના નિઃસાર કાર્યો પ્રયત્ન પૂર્વક કરે.” આવકને અનુચિત ( = આવકથી વધારે) વ્યય વૈભવવાળા પણ પુરુષને સર્વ વ્યવહાર કરવામાં અસમર્થ કરે છે. આ વિષે કહ્યું છે કે – “આય-વ્યયનો વિચાર કર્યા વિના જે પુરુષ કુબેરની જેમ વર્તે છે, અર્થાત્ ગમે તેમ ખર્ચ કરે છે, તે થોડા જ કાળમાં આ જગતમાં માત્ર સાંભળે છે, અર્થાત્ ‘આ ધનાઢ્ય હતો’ એમ માત્ર સાંભળે છે. પણ ધનાઢ્ય તરીકે રહેતો નથી.’ (૨૫) (૧૨) પ્રસિદ્ધદેશાવારપાનનમ્ ॥૨૬॥ કૃતિ । प्रसिद्धस्य तथाविधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकलमण्डलव्यवहाररूपस्य भोजना-ऽऽच्छादनादिविचित्रक्रियात्मकस्य पालनम् अनुवर्त्तनम्, अन्यथा तदाचारातिलङ्घने तद्देशवासिजनतया सह विरोधसंभवेनाकल्याणलाभः स्यादिति । पठन्ति चात्र लौकिकाः તથા यद्यपि सकलां योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथाऽपि लौकिकाचारं, मनसाऽपि न लङ्घयेत् ॥ २६ ॥ ( ) તિા પ્રસિદ્ધ દેશાચારોનું પાલન કરવું. તેવા પ્રકારના બીજા શિષ્ટ પુષોને સંમત હોવાના કારણે લાંબા કાળથીરૂઢ બની ગયેલા દેશના આચારો એટલે કે ભોજન અને વસ્ત્ર આદિની વિવિધ ક્રિયા રૂપ જે વ્યવહારો તેનું પાલન કરવું જોઇએ. પ્રસિદ્ધ દેશાચારોનું ઉલ્લંઘન કરવામાં તે દેશમાં રહેનારા લોકોની સાથે વિરોધ થવાનો સંભવ રહે અને એનાથી અહિત થાય. આ વિષે લૌકિક વિદ્વાનો કહે છે કે-જો ૩૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy