SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ થાય એ વિવાહનું ફલ છે. શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિનું ફલ આ પ્રમાણે છેઃ- શુદ્ધ સ્ત્રીથી સારા પુત્રપરિવારની પ્રાપ્તિ થાય, ચિત્તની શાંતિ ન હણાય, ગૃહકાર્યો સારી રીતે થાય, વિશુદ્ધપણે સારા આચારોનું પાલન થાય, નિર્દોષપણે (= દૂષણ ન લાગે તે રીતે) દેવ, અતિથિ અને બંધુઓનો સત્કાર થાય. ફૂલવધૂનું રક્ષણ કરવાના ઉપાયો આ છે – તેને ઘરના કામમાં જોડવી, તેને ધન પરિમિત આપવું, તેને સ્વતંત્ર ન બનાવવી અને સદા માતા સમાન સ્ત્રીઓની સાથે રાખવી, વેશ્યાઓ ધોબીની શીલા આગળ રહેલ કૂતરા માટે રાખેલ “હીબા જેવી છે. આવી વેશ્યાઓમાં કુલીન ક્યો પુરુષ રાગવાળો થાય? કારણકે જો વેશ્યાને કાંઈ પણ આપવામાં આવે તો દૌર્ભાગ્ય (= અશુભ કર્મબંધ) થાય, એનો સત્કાર કરવામાં આવે તો પણ તે બીજાના ઉપભોગમાં આવે છે, એનામાં આસક્તિ કરવામાં આવે તો પરાભવ કે મરણ થાય, એના ઉપર ઘણો ઉપકાર કરવામાં આવે તો પણ તે પોતાની થતી નથી. તેમની સાથે ઘણા કાળ સુધી સંબંધ રાખ્યો હોય તો પણ જો તેનો ત્યાગ કરવામાં આવે તો તે તરત જ બીજા પુરુષની પાસે જાય છે. આ પ્રમાણે વેશ્યાઓનો કુલપરંપરાથી આવેલો રિવાજ છે. (૧૨) તથા– (૩) દાદૃષ્ટવામીતતા રા રૂતિ दृष्टाश्च प्रत्यक्षत एव अवलोकिताः, अदृष्टाश्च अनुमानागमगम्याः, ताश्च ता बाधाश्च उपद्रवाः, दृष्टादृष्टबाधास्ताभ्यो भीतता भयं सामान्यतो गृहस्थधर्म इति, तदा च तद् भयं चेतसि व्यवस्थापितं भवति यदि यथाशक्ति दूरत एव तत्कारणपरिहारः कृतो भवति, न पुनरन्यथा, तत्र दृष्टबाधाकारणानि अन्यायव्यवहरण-द्यूतरमणपररामाभिगमनादीनि इहलोकेऽपि सकललोकसमुपलभ्यमाननानाविधविडम्बस्थानानि, अदृष्टबाधाकारणानि पुनर्मद्य-मांससेवनादीनि शास्त्रनिरूपितनरकादियातनाफलानि भवन्ति, किं भणितं भवति? दृष्टादृष्टबाधाहेतुभ्यो दूरमात्मा व्यावर्तनीय इति ।।१३।। હવે ગૃહસ્થ ધર્મમાં કેવી રીતે વર્તવું તે કહે છે - દૃષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રવોનો ભય રાખવો. દૃષ્ટ એટલે પ્રત્યક્ષ જોવાયેલા. • પૂર્વે ધોબી લોકો બપોરના જમવાનું સાથે લઈ જતા હતા. બપોરે જમી રહ્યા પછી વધેલું ભોજન પોતાના પાળેલા કૂતરાને ખવડાવવા માટેઠીબામાં નાખતા હતા. જેમ આડીબું એંઠા ભોજનવાળું હોય છે તેમ વેશ્યા એંઠા ભોજન જેવી છે. કારણ કે તેને અનેક લોકોએ ભોગવેલી હોય છે.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy