SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ કર્મને ઉપાર્જન કરનાર તે ગોભદ્રશેઠની ભદ્રા પત્નીના પુત્રપણે ઉત્પન્ન થયો. ભગવાન વડે કહેવાતી આ વિગત સાંભળીને શાલિભદ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી જન્માંતરની માતાએ આપેલું તે જ દહીં માસખમણના પારણે વાપરીને ધન્યમુનિની સાથે પર્વતની ગુફામાં ગયા. ત્યાં બંને અનશન સ્વીકારીને પાદપોપગમન (મુદ્રા)માં રહ્યા. (અનશનના ત્રણ ભેદો છે. (૧) ભક્ત પ્રત્યાખ્યાન, (૨) ઈગિની, (૩) પાદપોપગમન. (૧) ભક્તપ્રત્યાખ્યાન :- જીવનપર્યત ભક્તનું પ્રત્યાખ્યાન (-ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના આહારનો ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન. આ તપમાં શરીર પરિકર્મ (-ઉઠવું બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજાની પાસે પણ કરાવી શકે છે. તથા અમુક નિયત પ્રદેશમાં જ જઈ શકાય એવો પ્રતિબંધ નથી. (૨) ઈગિની - ઈગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત (નિયત કરેલા) અમુક જ ભાગમાં હરવું, ફરવું આદિ ચેષ્ટા થઇ શકે તે ઈગિની અનશન. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. શરીર પરિકર્મ સ્વયં કરી શકે, પણ બીજાની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશની બહાર ન જઈ શકાય. (૩) પાદપોપગમન :- પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન અનશન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડયું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગોપાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા ડાબા પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. આ અનશનમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. આ ત્રણ પ્રકારના અનશનમાં પછી પછીનું અનશન અધિક શ્રેષ્ઠ છે. વૈર્યવાન સાધક જ આ અનશનનો સ્વીકાર કરી શકે છે. તેમાં પણ પછી પછીના અનશનનો સ્વીકાર કરનાર અધિક વૈર્યવાન હોય છે. આ ત્રણમાંથી ગમે તે પ્રકારના અનશનનો સ્વીકાર કરનાર જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં કે મોક્ષમાં જાય છે. વૈર્યવાન મહાપુરુષો રોગાદિકના કારણે ધર્મનું પાલન કરવા અસમર્થ બની જાય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે પોતાની ધીરતા પ્રમાણે કોઈ એક અનશનનો સ્વીકાર કરે છે. આ ત્રણમાંથી કોઇપણ અનશન નિર્વાઘાતમાં સંલેખનાપૂર્વક કરવું જોઇએ. વ્યાધિ, વિદ્યુત્પાત, સર્પદંશ, સિંહાદિ ઉપદ્રવ વગેરે વ્યાધાતમાં સંલેખના વિના પણ થઈ શકે છે.). આ દરમિયાન વહુઓની સાથે સમવસરણમાં આવેલી ભદ્રાએ ભગવાનને ભાવપૂર્વક વંદન કરીને પૂછયું: હે ભગવંત! શાલિભદ્ર ક્યાં છે ? તેથી ભગવાને શાલિભદ્રનો પાદપોપગમન (મુદ્રા) માં રહ્યા ત્યાં સુધીનો બધો ય વૃત્તાંત કહ્યો. પછી ૪ ૨૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy