SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ હોવાથી પડી ગયેલો (=બેસી ગયેલો) જોઈને, એક તરફ પરોણો, ચાબુક અને લાકડીના અનેક પ્રહારોથી તેને જર્જરિત કરી નાખ્યો. બીજી તરફ પિતાનું રૂપ કરીને તેને હે ક્ષમાવંત ! હું નવકારશી વિના રહી શક્તો નથી, ઇત્યાદિથી આરંભી હું મૈથુન વિના રહેવા સમર્થ નથી, ત્યાં સુધી બધું કહ્યું. તેથી વારંવાર તે જ વચનરચનાને સાંભળતા એને ચિત્તમાં થયું કે આ વર્ણશ્રેણિ પૂર્વે મેં ક્યાંક સાંભળી છે, આ રૂપ પણ પહેલાં જોયું હોય તેમ મને લાગે છે. આ પ્રમાણે તર્ક-વિતર્ક પૂર્વક વિચારથી તપાસ કરતા તેને જાતિસ્મરણને રોકનારા કર્મનો ક્ષયોપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પોતાનો પૂર્વ ભવનો વૃત્તાંત જાણ્યો. આથી તે સંવેગને પામ્યો અને સંસારવાસથી વિરક્ત બન્યો. આ વખતે દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેને ધર્મદેશના આપી. એ દેશના તેને પરિણમી ગઈ. ભાવપૂર્વક પાંચ અણુવ્રતોનો અને અનશનનો સ્વીકાર કર્યો. શુભધ્યાનને પામેલો તે બે દિવસ સુધી નમસ્કાર મંત્રમાં તત્પર રહ્યો. ત્રીજા દિવસે તે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવ પોતાના સ્થાને ગયો. જિનમતમાં કુશલ જીવે આ પ્રમાણે જાણીને અંતે (=વિપાકમાં) અશુભ ફળવાળા વિષયો છોડવા જોઇએ. વળી આ બ્રાહ્મણપુત્ર જેવી રીતે આ લોકનાં અને પરલોકનાં દુઃખો પામ્યો તેવી રીતે વ્રતથી ભ્રષ્ટ થયેલાં તમે પણ આવી અવસ્થાને ન પામો. આ પ્રમાણે નાગિલાથી ઉપદેશ અપાયેલ ભવદેવ સાધુ પરમ વૈરાગ્યને પામ્યા. આ વખતે નાગિલાની જ સાથે આવેલી બ્રાહ્મણીના પુત્રે માતાને કહ્યું છે માતા ! મને ઉલટી થાય એમ જણાય છે, તેથી જલદી કોઈ પણ પાત્ર લઇ આવ, જેથી તેમાં ઉલટી કરીને અત્યંત મધુર ક્ષીરને ફરી ખાઈશ. બ્રાહ્મણીએ કહ્યું: હે વત્સ ! આ યોગ્ય નથી. કારણ કે અતિમધુર પણ જે વસેલું હોય તે અશુચિ હોવાથી ન ખવાય. તે સાંભળીને ભવદેવે વિચાર્યું. બ્રાહ્મણીએ સારું કહ્યું કે જે વસેલું હોય તે ન ખવાય. મેં પણ વિષયોને વમી દીધા છે, તેથી હવે ફરી કેવી રીતે ઇચ્છું? આ પ્રમાણે વિચારીને પુનઃ સંવેગવાળા થયેલા તેમણે નાગિલાને કહ્યું તે સારી પ્રેરણા કરી, મને સારી રીતે પ્રતિબોધ પમાડ્યો. પછી તે નાગિલાને “મિચ્છા મિ દુક્કડ' આપીને ગુરુની પાસે ગયા. ગુરુની પાસે ભાવથી આલોચન-પ્રતિકમણ કર્યું. ઘણા કાળ સુધી તપ કર્યો. અંતે સમાધિથી કાળધર્મ પામીને સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. (શ્રાવકનાં બાર વ્રતો યાને નવપદ પ્રકરણ) શાલિભદ્રનું દૃષ્ટાંત (અ. ૭ સૂ. ૧૧) મગધ નામના દેશમાં ગુણોથી સમૃદ્ધ રાજગૃહ શહેરમાં શ્રેણિક રાજા હતો. ૪૧૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy