SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છે ! મારી પોતાની જનેતા કરતાં પણ તેના તરફ વિશેષ ગૌરવ જાળવું છું, પરંતુ આ તો વૈરીની જેમ મારા તરફ આવું આચરણ કરે છે ! (૫૦) જેમ આશીવિષ સર્પની દાઢામાં, વિછીના કાંટામાં હંમેશાં ઝેર રહેલું હોય છે, તેમ મહિલાઓમાં હંમેશાં નક્કી દુશ્ચરિત્ર રહેલું છે. ત્યારપછી પ્રિયદર્શનાને બોલાવરાવીને તેના સન્મુખ સાગરચંદ્ર રાજાએ કહ્યું કે, આ તમારું જ દુશરિત્ર છે. તમે પ્રગટપણે મારા મોટા માતા છો. તે વખતે તમારા પગમાં પડીને હું તમને રાજ્ય અર્પણ કરતો હતો. હવે તમે આવું વર્તન કરો છો ! જો તે વખતે હું સાધુ થઈ ગયો હોત, તો કૃતકૃત્ય થઈ ગયો હોત, કદાચ અત્યારે હું આવી રીતે બાળમરણથી મૃત્યુ પામ્યો હોત, તો મારી ગતિ કેવી બગડી જાત ? પુત્રોના ઉપર આવો ક્રોધ ઠાલવવો તે તમારે અધમ વ્યવસાય છે. એ તો સારું થયું કે, તરત મેં ઝેર દૂર કરાવનારી ચિકિત્સા કરાવી. પોતાના ભાવીની નકચેતી રાખ્યા વગર દુર્જન પુરુષો ગમે તેવી અવળી પ્રવૃત્તિ કરે છે, તેઓ સાચી શિખામણ શીખતા કે માનતા નથી, અને કેદી કે ચોરની જેમ સ્ત્રીઓ ગમે તેવું સાહસ કરતાં અટકતી નથી. જો કે, તેવા દુર્જન લોકોનાં ચિંતવેલાં કોઈ કાર્યો જગતમાં સિદ્ધ થતાં નથી. ઘણા ભાગે જે ખાડો ખોદે છે, તે તેમાં પડે છે. “જે બીજા માટે અશુભ ચિંતવે છે, તે અશુભ પોતાના ઉપર આવી પડે છે.” ત્યારપછી તે રાજા સુખ પૂર્વક ગુણચંદ્રભાઈને તરત જ રાજ્ય આપીને સાધુ થયા. ગુરુ પાસે ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરીને સંવિજ્ઞ-ગીતાર્થ થયા. એકાકી પ્રતિમા ધારણ કરીને પૃથ્વીમંડલમાં અમૃતના પ્રવાહ માફક વિચરવા લાગ્યા. હવે કોઇક સમયે ઉજ્જૈણી નગરીથી વિહાર કરતું કરતું સાધુનું યુગલ આવી પહોંચ્યું. તેમને આ સાગરચંદ્ર મહામુનિએ સાધુ, ચૈત્ય, સંઘ અને લોકો ધર્મ કેવી રીતે કરે છે ? ઇત્યાદિક સમાચાર પૂછયા. ત્યારે બે મુનિઓએ પ્રત્યુત્તર આપ્યો કે, ચૈત્ય ગૃહો-દેરાસરોમાં ઉત્તમ પ્રકારની અર્ચા-પૂજા થાય છે, ચતુર્વિધ સંઘ પણ સારાં સુકૃત કરે છે, જગતમાં ત્યાંનો સંઘ મોટો અને પૂજ્ય છે, મુનિચંદ્ર રાજા જિનેન્દ્રના શાસનની પ્રભાવના અને ધર્મની ઉન્નતિનાં કાર્યો કરે છે. માત્ર એક જ ખામી છે કે, રાજપુત્ર અને પુરોહિતપુત્ર બંને મિત્રો મળી સાધુઓ જ્યારે આંગણામાં આવે, ત્યારે તેમની મશ્કરી કરે, તાડન કરે, દોડાવે, પાડી નાખે. રાજપુત્ર એવો પાપી છે કે, સાધુઓની વિડંબના કરવામાં કશી કચાશ રાખતો નથી. આ સાંભળીને સાગરચંદ્ર મુનિ પોતાના નાનાભાઈ મુનિચંદ્ર રાજા ઉપર ગુસ્સે થયા અને ચિંતવવા લાગ્યા કે, આ મારો ભાઈ કેટલો પ્રમાદી છે અને ખોટા વ્યવહાર ૩૯૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy