SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ અને વેદના પામેલો તે આત્મ-ભાવના ભાવવા લાગ્યોઃ “હે જીવ! આ વેદનાથી શરીર અને ગાત્રો લેવાઈ જાય છે, તેમાં તારા આત્માને કર્યું નુકશાન થવાનું છે ? આ શરીર તો આત્માથી જુદી વસ્તુ છે, વળી તે કૃતઘ્ન એવું છે કે, ચાહે તેટલું શરીરનું લાલનપાલન કરીએ, તો પણ તેને કરેલા ગુણની કિંમત નથી અને ગમે ત્યારે આત્માને દગો આપે છે. જેમ જેમ અતિ સજ્જડ પીડાથી પ્રાણી પરેશાની પામે છે, તેમ તેમ તેના પાપ બાળવા સમર્થ એવો ધ્યાનાગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. સમય જતાં અરુણોદય થયો. દીપક ઓલવાઈ ગયો ત્યારે રાજાએ કાઉસ્સગ્ગ પાર્યો, પરંતુ તેનાં અંગો એવા જકડાઈ ગયાં કે જેથી તે ચાલવા અસમર્થ થયો. તેણે પગ ઉચક્યો એટલા માત્રમાં તો તે પૃથ્વી ઉપર પડ્યો અને ગબડી પડ્યો. પંચ પરમેષ્ઠિનું નિર્મલ ધ્યાન કરતો નિશ્ચલ ચિત્તવાળો તે દેવલોકે ગયો. તે દેવલોક પામવાથી સાગરચંદ્ર ઘણું દારુણ દુઃખ અનુભવવા લાગ્યો. મરણોત્તર ક્રિયાઓ કરીને પ્રિયદર્શના સન્મુખ કહેવા લાગ્યોઃ પિતાની રાજ્યધુરા માફક તારા પુત્રોને પણ આજ સુધી ધારણ કરી રાખ્યા. હે માતાજી ! તારી સમ્મતિથી હવે હું દીક્ષા અંગીકાર કરીશ. મરણ અંતવાળા સંસાર-સાગરમાં જો કંઈ પણ સારભૂત પદાર્થ હોય, તો માત્ર પ્રવ્રજ્યા જ છે. હાલાહલ ઝેર સરખા ભોગોથી અને સંસારના ઝગડાથી ગભરાયેલો હું પ્રવ્રજ્યા રૂપ અમૃત-પાન કરીને સુખી થઈશ. - હવે પ્રિયદર્શના કહેવા લાગી કે, “આ રાજ્યધુરાને તું જ વહન કર,' કુમારો આ ભાર વહન કરવા માટે કેવી રીતે સાહસ કરે? આથી સામંતો, મંત્રીઓ, માંડલિક રાજાઓ, શેઠ, સાર્થવાહ વગેરે બધાએ મળીને રાજ્યગાદીએ સાગરચન્દ્રને સ્થાપન કર્યો. સાગરચંદ્ર પોતાના રાજ્યમાં અન્યાય-અનીતિ વગેરે પાપ દૂર કરાવે છે, સજ્જનોને સુખ કરાવી આપે છે. સમ્યગ્ન પ્રકારે ઘર્મને જાણે છે, તેમ જ દુર્જન લોકોને પણ બરાબર ઓળખી રાખે છે. ઇન્દ્રની જેમ હાથીની ખાંધ પર બેસીને સર્વ સેનાપરિવાર સાથે રાજા રાયવાડીએ (રાજવાટિકાએ) નીકળ્યા. આવા પ્રકારની રાજાની અપૂર્વ શોભા અને ઐશ્વર્ય દરરોજ જોવાથી ઇર્ષાની રાખથી વ્યાપેલી પ્રિયદર્શના આ પ્રમાણે ચિંતવવા લાગી ““અહો ! લક્ષ્મીનો પ્રભાવ કેવો છે ? આ મારી શોક્યના બંને પુત્રો મહાસમૃદ્ધિ સાથે રાજવાડીએ કેવા આનંદથી હરે ફરે છે. અરેરે ! હું કેવી હણાએલા ભાગ્યવાળી કે, તે સમયે મને રાજ્ય આપતા હતા, છતાં મેં પુત્રો માટે તેનો સ્વીકાર ન કર્યો. મારી પોતાની જ દુર્મતિ મને નડી. જો તે વખતે મળતી રાજ્યલક્ષ્મી સ્વીકારી ૩૯૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy