SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય तत्त्व-भेद-पर्यायैर्व्याख्येति न्यायाद् रागादीनेव तत्त्वत आहअविषयेऽभिष्वङ्गकरणाद् रागः ॥ ९ ॥ ४९० ॥ इति । अविषये प्रकृतिविशरा तया मतिमतामभिष्वङ्गानर्हे स्त्र्यादौ वस्तुनि अभिष्वङ्गकरणात् પિત્તપ્રતિવન્યસંપાવનાત્, જિમિત્વાહ- રો રોષઃ ।।૧।। તત્ત્વ, ભેદ અને પર્યાયથી વ્યાખ્યા થાય, અર્થાત્ કોઇ વસ્તુનું વ્યાખ્યાન = વિવરણ કરવું હોય તો તત્ત્વ, ભેદ અને પર્યાયથી કરવું જોઇએ, એવો ન્યાય હોવાથી રાગાદિને જ તત્ત્વથી = સ્વરૂપથી કહે છે, અર્થાત્ રાગાદિનું સ્વરૂપ કહે છે ઃ સ્વભાવથી જ વિનાશશીલ હોવાના કારણે બુદ્ધિમાન પુરુષોને આસક્તિ ન કરવા લાયક સ્ત્રી વગેરે વસ્તુમાં (જીવ) આસક્તિ કરે છે, માટે રાગ દોષ છે. (૯) तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेषः ||१०|| ४९१ ॥ इति । तत्रैव क्वचिदर्थेऽभिष्वङ्गे सति अग्निज्वालाकल्पस्य सम्यक्त्वादिगुणसर्वस्वदाहकतया मात्सर्यस्य परसम्पत्त्यसहिष्णुभावलक्षणस्य आपादनाद् विधानात् द्वेषो दोषः ||१०|| કોઇક પદાર્થમાં આસક્તિ થતાં અગ્નિજ્વાલા સમાન માત્સર્ય કરવાથી દ્વેષ દોષ છે. માત્સર્ય = બીજાની સંપત્તિ સહન ન કરવી. માત્સર્ય સમ્યક્ત્વાદિગુણરૂપ ધનને બાળનાર હોવાથી અહીં તેને અગ્નિજ્વાલા સમાન કહ્યું છે. (૧૦) हेयेतरभावाधिगमप्रतिबन्धविधानान्मोहः ॥ ११ ॥ ४९२ ॥ इति । इह निश्चयनयेन हेयानां मिथ्यात्वादीनाम् इतरेषां च उपादेयानां सम्यग्दर्शनादीनां भावानां व्यवहारतस्तु विष - कण्टकादीनां स्रक् - चन्दनादीनां च अधिगमस्य अवबोधस्य प्रतिबन्धविधानात् स्खलनकरणात् मोहो दोषः || ११|| હેય અને ઉપાદેય ભાવોમાં બોધનો પ્રતિબંધ કરવાથી, અર્થાત્ હેય અને ઉપાદેય ભાવોનો બોધ ન થવા દેવાથી, મોહ દોષ છે. અહીં નિશ્ચયનયથી મિથ્યાત્વાદિ ભાવો હેય છે અને સમ્યગ્દર્શનાદિભાવો ઉપાદેય છે. વ્યવહારથી તો વિષ અને કાંટો વગેરે વસ્તુઓ હેય છે, માળા અને ચંદન વગેરે ઉપાદેય છે. (૧૧) अथैतेषां भावसंनिपातत्वं समर्थयन्नाह ૩૬૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy