SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય પાપાનુબંધિપુન્યના પ્રભાવથી તે ધન જીંદગી પર્યત નાશ ન પામે તો પણ મત્સ્યગલ આદિની જેમ પરિણામે ભયંકર બને છે. મત્સ્યગલ : મત્સ્ય એટલે માછલું. ગલ એટલે માંસની ગોળી. માછીમારો માછલાને પકડવા માટે લોઢાના કાંટામાં માંસની ગોળી રાખે છે. એ કાંટાને માછીમારો પાણીમાં નાખે એટલે રસના ઈદ્રિયની અતિશય લોલુપતાના કારણે તેમાં રહેલા માંસને ખાવા માટે માછલાં આવે છે. જેટલામાં માછલું માંસની ગોળી ખાવા જાય છે તેટલામાં તે કાંટામાં વીંધાઈ જાય છે. પછી માછીમાર તેને બહાર કાઢી લે છે. આ રીતે જેમ કાંટામાં રહેલ માંસની ગોળી ખાવાથી જરાક સ્વાદ મળી જાય છે, પણ પછી મોત થાય છે, તેમ અન્યાયથી મેળવેલ ધનથી થોડો સમય થોડું તુચ્છ સુખ મળી જાય, પણ પરિણામે તેનાથી દુર્ગતિમાં દુઃખો ભોગવવા પડે છે. અહીં આદિ શબ્દથી કુરંગગૌરીગાન અને પતંગપ્રદીપાલોક આદિ દૃષ્ટાંતો સમજવા. કુરંગગૌરીગાન કુરંગ એટલે હરણ, ગૌરી એટલે વિશિષ્ટ રાગ-રાગણી. ગાન એટલે ગાયન. કર્ણ ઈદ્રિયની અતિશય લોલુપતાના કારણે હરણ વિશિષ્ટ રાગથી થતા ગાયનમાં લીન બનીને પ્રાણ ગુમાવે છે. પતંગપ્રદીપાલોક રાત્રે ઉડતા પતંગીયા ચક્ષુ ઈદ્રિયની આસક્તિના કારણે બળી રહેલા દીપકની જ્યોતમાં ઝંપલાવે છે, અને પરિણામે મૃત્યુ પામે છે. આ એ પ્રમાણે અન્યાયથી મેળવેલા ધનથી પરિણામે અહિત થાય છે. આ વિષે બીજા સ્થાને પણ કહ્યું છે કે - “ધનના રાગથી અંધ બનેલ પુરુષ અન્યાયરૂપ પાપથી ક્યાંક જે (ધનપ્રાપ્તિ રૂપ) ફળ મેળવે છે તે ફલ માછલાને મારવાના કાંટામાં રહેલા માંસની જેમ તેનો નાશ કર્યા વિના નાશ પામતું નથી.” (૭) नन्वेवमन्यायेन व्यवहारप्रतिषेधे गृहस्थस्य वित्तप्राप्तिरेव न भविष्यति, तत् कथं निर्वाहव्यवच्छेदे धर्महेतुश्चित्तसमाधिलाभः स्यादित्याशङ्क्याह न्याय एव ह्याप्त्युपनिषत् परेति समयविदः ॥८॥ इति । न्याय एव न पुनरन्यायोऽपि, अर्थस्य विभवस्य आप्तिः लाभः अर्थाप्तिः, तस्या उपनिषद् अत्यन्तरहस्यभूत उपायः, युक्तायुक्तार्थसार्थविभागकलनकौशलविकलैः स्थूलमतिभिः स्वप्नायमानावस्थायामप्यनुपलब्ध इति योऽर्थः, परा प्रकृष्टा, इत्येवं समयविदः सदाचाराभिधायिशास्त्रज्ञा ब्रुवते, तथा हि ते पठन्ति - નિપાનમિવ મvqI: સર: પૂમિવાન્ડના: | ૧ ૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy