SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય || રથ મખમોધ્યાયઃ | व्याख्यातः सप्तमोऽध्यायः। अधुनाऽष्टम आरभ्यते, तस्य चेदमादिसूत्रम् किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगद्धितम् । परिशुद्धादवाप्नोति धर्माभ्यासानरोत्तमः ॥१॥ इति। किञ्च इत्यभ्युच्चये, इह धर्मफलचिन्तायां बहुना प्रचुरेणोक्तेन धर्मफलेन? यतः तीर्थकृत्त्वं तीर्थ (कर) पदलक्षणं जगद्धितं जगज्जन्तुजातहिताधानकरं परिशुद्धाद् अमलीमसाद् अवाप्नोति लभते धर्माभ्यासात् प्रतीतरूपात् नरोत्तमः स्वभावत एव सामान्यापरपुरुषप्रधानः, तथाहि-तीर्थकरपदप्रायोग्यजन्तूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषू ष्यते यथा एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अदृढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ताः देवगुरु बहुमानिनः तथा જન્મરાશિયા: (નિત.) રૂતિ ||9|| - સાતમા અધ્યાયનું વ્યાખ્યાન કર્યું. હવે આઠમો અધ્યાય શરૂ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ છે - વળી ધર્મફલની વિચારણામાં બહુ ધર્મફલ કહેવાથી શું? કારણકે ઉત્તમ નર પરિશુદ્ધ ધર્મના અભ્યાસથી જગતના જીવસમૂહના હિતનું સ્થાપન કરનાર તીર્થકર પદને મેળવે છે. ઉત્તમ નર એટલે સામાન્ય અન્ય પુરુષોમાં સ્વભાવથી પ્રધાન. તે આ પ્રમાણે :- શાસ્ત્રોમાં તીર્થંકરપદને પ્રાયોગ્ય જીવોનું સામાન્યથી પણ લક્ષણ આ (= હવે પછી તુરત કહેવાય છે તે) પ્રગટ કરવામાં આવે છે. જેમ કે તીર્થકરના જીવો અનાદિકાળથી ૧ પરાર્થ વ્યસની, ૨ સ્વાર્થને ગૌણ કરનારા, ૩ ઉચિત ક્રિયાવાળા, ૪ દીનતા રહિત, ૫ સફલ આરંભવાળા, અદૃઢ અનુશવાળા, ૭ કૃતજ્ઞતાના સ્વામી, ૮ ચિત્તના ઉપઘાતથી રહિત, ૯ દેવગુરુ ઉપર બહુમાનવાળા અને ૧૦ ગંભીર આશયવાળા હોય. ૧) પરાર્થ વ્યસની - પરાર્થના વ્યસનવાળા હોય. પર એટલે બીજા. અર્થ એટલે કાર્ય. વ્યસન એટલે ટેવ - આદત. બીજાનું કામ કરવાની આદતવાળા હોય, અર્થાત્ પરોપકાર કરવાના સ્વભાવવાળા હોય. પરોપકાર કરવાની તક મળતાં પરોપકાર કર્યા વિના ન રહે. ૨) સ્વાર્થને ગૌણ કરનારા - પરોપકાર કરવાના સ્વભાવવાળા હોય, પણ ૩૫૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy