SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠુઠો અધ્યાય છે. જેવી રીતે પોતાની મેળે ચક્રભ્રમણ થઈ રહ્યું હોય ત્યારે દંડથી ચક્રને ફેરવવો એ નિરર્થક છે, તે રીતે મધ્યભાગમાં ઉપદેશ વિના પણ પોતાની મેળે ચારિત્ર પરિણામ પ્રવર્તતો હોવાથી ઉપદેશ નિરર્થક છે. (૬૯) एतदेव भावयन्नाह भावयतिर्हि तथाकुशलाशयत्वादशक्तोऽ समञ्जसप्रवृत्तावितरस्यामिवेतरः ॥७०॥४३७॥ इति। भावयतिः परमार्थसाधुः हिः यस्मात् तथा तप्रकारश्चारित्रवृद्धिहेतुरित्यर्थः कुशलः परिशुद्धः आशयः चित्तमस्य, तद्भावस्तत्त्वम्, तस्माद्, अशक्तः असमर्थोऽसमासप्रवृत्ती अनाचारसेवारूपायाम्, दृष्टान्तमाह- इतरस्यामिव भावतः समञ्जसप्रवृत्ताविव इतरः अभावयतिर्विडम्बकप्रायः ।।७०।। આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છે : કારણકે જેવી રીતે દ્રવ્યસાધુ (ભાવથી) યોગ્ય પ્રવૃત્તિ કરવા માટે અસમર્થ છે, તેવી રીતે ભાવસાધુ તેવા પ્રકારના કુશલચિત્તવાળો હોવાથી (ભાવથી) અયોગ્ય પ્રવૃત્તિ કરવા માટે અસમર્થ છે. ભાવસાધુ = પરમાર્થિક સાધુ. કુશલ = પરિશુદ્ધ. તેવા પ્રકારના = ચારિત્રવૃદ્ધિનું કારણ હોય તેવા. અયોગ્ય પ્રવૃત્તિ = સાધુને યોગ્ય ન હોય તેવા અસદ્ આચારોનું સેવન. દ્રવ્યસાધુ નટ તુલ્ય હોય. (૭૦) अत्रैव कञ्चिद्विशेषमाह इति निदर्शनमात्रम् ॥७१॥४३८॥ इति। इति एतदितरस्यामिवेतर इति यदुक्तं तन्निदर्शनमात्रं दृष्टान्त एव केवलः ।।७१।। આ વિષયમાં જ કંઈક વિશેષ કહે છેઃ જેમ દ્રવ્યસાધુ યોગ્ય પ્રવૃત્તિ કરવા અસમર્થ છે, તેમ ભાવસાધુ અયોગ્ય પ્રવૃત્તિ કરવા માટે અસમર્થ છે એમ જે કહ્યું તે માત્ર દૃષ્ટાંત જ છે. (૭૧) अत एवाह न सर्वसाधर्म्ययोगेन ॥७२॥४३९॥ इति । न नैव सर्वसाधर्म्ययोगेन सर्वैः धर्मेः साधर्म्य सादृश्यं तद्योगेन ।।७२।। માત્ર દૃષ્ટાંત જ હોવાથી કહે છે : ૩૨૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy