SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય સ્ત્રીના આસને બેસવું નહિ. આસન એટલે સ્ત્રીને બેસવાનું સ્થાન. સ્ત્રી પાટલો, આસન કે ભોંયતળિયું વગેરે જે સ્થાને બેઠી હોય તે સ્થાને સ્ત્રીના ઉઠી ગયા પછી એક મૂહર્ત (૪૮ મિનિટ) સુધી બેસવું નહિ. કારણકે સ્ત્રીના બેસવાના સ્થાને જલ્દી બેશવામાં સ્ત્રી શરીરના સંયોગથી (સાધુના શરીરમાં) સંક્રાંત થયેલા ઉષ્ણસ્પર્શના કારણે સાધુના મનમાં કામવિકાર દોષ થવાનો સંભવ રહે છે. (સ્ત્રીએ પુરુષના આસનનો ત્રણ પ્રહર સુધી ત્યાગ કરવો. જુઓ સંબોધપ્રકરણ.) (૪૨) इन्द्रियाप्रयोगः ॥४३॥३१२॥ इति। इन्द्रियाणां चक्षुरादीनां कथञ्चिद् विषयभावापन्नेष्वपि गुयोरू - वदन-कक्षास्तनादिषु स्त्रीशरीरावयवेषु अप्रयोगः अव्यापारणं कार्यम्, पुनस्तन्निरीक्षणाद्यर्थं न यत्नः કાર્વ: ||૪રૂા. ઈદ્રિયોને સ્ત્રીશરીરનાં અંગોમાં જોડવી નહિ. સ્ત્રીના છાતી, વદન, બગલ અને સ્તન વગેરે ગુપ્ત રાખવા યોગ્ય અંગોમાં આંખ વગેરે ઈદ્રિયોને જોડવી નહિ. કદાચ કોઈક રીતે એ અંગોનું નિરીક્ષણ વગેરે થઈ જાય તો ફરી નિરીક્ષણ આદિ કરવા માટે પ્રયત્ન કરવો નહિ. (૪૩) कुड्यान्तरदाम्पत्यवर्जनम् ॥४४॥३१३॥ इति । कुड्यं भित्तिस्तदन्तरं व्यवधानं यस्य तत् तथा, दाम्पत्यं दयिता - पतिलक्षणं युगलम्, कुड्यान्तरं च तद् दाम्पत्यं चेति समासः, तस्य वर्जनम्, वसतौ स्वाध्यायस्थानादौ च न तत्र स्थातव्यं यत्र कुड्यान्तरं दाम्पत्यं भवतीति ।।४४।। જ્યાં ભીંતના આંતરે પતિ-પત્ની રૂપ યુગલ રહેતું હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. તેવી વસતિમાં કે તેના સ્વાધ્યાયસ્થાન વગેરેમાં ન રહેવું કે જ્યાં ભીંતના અંતરે પતિ-પત્નીરૂપ યુગલ રહેતું હોય. (૪૪) પૂર્વીડિતાશ્રુતિઃ ૪પારૂ98ા તા. पूर्वं प्रव्रज्याप्रतिपत्तिकालात् प्राक् क्रीडिताना प्रौढप्रमोदप्रदप्रमदाप्रसङ्गप्रभृतिविलसितानामस्मृतिः अस्मरणम्, अयं च भुक्तभोगान् प्रत्युपदेश इति ।।४५।। પૂર્વે કરેલી કામક્રીડાઓનું સ્મરણ ન કરવું. દીક્ષા લીધા પહેલાં સ્ત્રીની સાથે કરેલા અતિશય હર્ષ આપનારા મૈથુનસેવન વગેરે વિલાસીનું સ્મરણ ન કરવું. આ ૨૭)
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy