SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય તો જેમ ઘડા વગેરેના જલમાં કપૂરના જલનું બિંદુ નાખવાથી તે બધા જલમાં વ્યાપી જાય છે, તે ન્યાયે આ ધર્મબિંદુ પ્રકરણ સર્વ ધર્મ શાસ્ત્રમાં વ્યાપીને રહેલ છે. માટે તે સૂત્રરૂપે સંક્ષિપ્ત છે અને અર્થરૂપે વિસ્તૃત છે. અહીં “પરમાત્માને પ્રણામ કરીને” એ વાક્યથી વિઘ્નોનો નાશ કરવામાં હેતુ રૂપ શાસ્ત્રમૂલક મંગલ કહેલું છે. કારણ કે પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ જાતના વિપ્નસમૂહને મૂળમાંથી ઉખેડી નાખે છે, તેથી ભાવમંગલ રૂપ છે. “હું ધર્મબિંદુ કહીશ'' એ વાક્યથી અભિધેય કહેલ છે, કારણ કે આ ગ્રંથમાં ધર્મનો લેશ માત્ર કહેવામાં આવશે. તેના સામર્થ્યથી અભિધાન અને અભિધેય લક્ષણ સંબંધ થાય છે, એટલે અહીં ધર્મબિંદુ અભિધેય છે, અને વચનરૂપને પ્રાપ્ત થયેલું આ પ્રકરણ અભિધાન છે. જે કહેવા યોગ્ય હોય તે. અભિધેય છે, અને જેના દ્વારા કહેવામાં આવે તે અભિધાન. ધર્મબિંદુ કહેવા યોગ્ય છે માટે ધર્મબિંદુ અભિધેય છે. અને ધર્મબિંદુ નામના ગ્રંથદ્વારા ધર્મબિંદુ કહેવામાં આવે છે, માટે ધર્મબિંદુ ગ્રંથ અભિધાન છે. પ્રાણીઓ ઉપર અનુગ્રહ થાય તે ગ્રંથકારનું અનંતર પ્રયોજન છે, અને આ પ્રકરણના અર્થનું જ્ઞાન થાય તે શ્રોતાનું અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો બંનેનું મોક્ષ છે = મોક્ષની પ્રાપ્તિ છે. કારણ કે શુભ આચરણનું મુખ્ય ફલ નિર્વાણ જ છે.(૧) धर्मबिन्दुं प्रवक्ष्यामीत्युक्तम्, अथ धर्मस्यैव हेतुं स्वरूपं फलं च बिभणिषुः ‘फलप्रधानाः प्रारम्भा मतिमतां भवन्ति' इति फलमेवादौ, तदनु हेतुशुद्धिभणनद्वारेण धर्मस्वरूपं चोपदर्शयन्निदं श्लोकद्वयमाह धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥२॥ धनं धान्य-क्षेत्र-वास्तु-द्विपद-चतुष्पदंभेदभिन्नं हिरण्य-सुवर्ण-मणि-मौक्तिक-शङ्खशिला-प्रवालादिभेदं च धनपतिधनर्द्धिप्रतिस्पर्धि तीर्थोपयोगफलं ददाति = प्रयच्छति यः स तथा, धनार्थिनां धनमन्तरेण गृहिणो न किञ्चिदिति बुद्ध्या धनविषयातिरेकस्पृहावतां प्रोक्तः शास्त्रेषु निरूपितः, धर्म एवेत्युत्तरेण योगः, तथा कामिनां कामाभिलाषवतां प्राणिनाम, काम्यन्ते इति कामाः मनोहरा अक्लिष्टप्रकृतयः परमाह्लाददायिनः परिणामसुन्दराः शब्द-रूप-रस-गन्ध-स्पर्शलक्षणा इन्द्रियार्थाः, ततः सर्वे च ते कामाश्च सर्वकामाः, तान्
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy