SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ચોથો અધ્યાય - - — — – છે. પછી તેને સાધુના આચાર વિષે કહેવું. તે આ પ્રમાણેઃ- કાયર પુરુષો માટે દીક્ષાનું પાલન દુષ્કર છે, પણ આરંભથી નિવૃત્ત થયેલાઓને દીક્ષાથી આ ભવમાં અને પરભવમાં કલ્યાણનો પરમ લાભ થાય છે. તથા જેવી રીતે સારી રીતે આરાધેલી જિનાજ્ઞા મોક્ષરૂપી ફલવાળી થાય છે, તેવી જ રીતે વિરાધેલી જિનાજ્ઞા સંસારરૂપ ફલવાળી થાય છે, અને એથી દુઃખ આપનારી થાય છે. તથા જેવી રીતે કુષ્ઠ વગેરે વ્યાધિવાળો પુરુષ અવસરને ઉચિત ઉપચારનો સ્વીકાર કરીને અપથ્યનું સેવન કરે તો ઉપચાર ન કરાવનાર પુરુષ કરતાં જલદી અને અધિક વિનાશને (= અનર્થને) પામે છે, એ જ પ્રમાણે કર્મરૂપી વ્યાધિનો નાશ કરવા માટે સંયમરૂપ ઉપચારનો સ્વીકાર કર્યા પછી અસંયમ રૂપ અપથ્યનું સેવન કરનાર અધિક કર્મનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તેને સાધુના આચાર વિષે કહેવું. આ પ્રમાણે સાધુના આચાર વિષે કહ્યા પછી સારી રીતે તેની પરીક્ષા કરવી. કારણ કે – “અસત્ય પદાર્થો સત્ય જેવા અને સત્ય પદાર્થો અસત્ય જેવા દેખાય છે, આમ વિવિધ ભાવો હોય છે, આથી પરીક્ષા કરવી યોગ્ય છે. (૧૫૨) જેમ ચિત્રકર્મમાં નિપુણ પુરુષો ચિત્રમાં ઊંચા સ્થળને નીચા સ્થળ જેવું અને નીચા સ્થળને ઊંચા સ્થળ જેવું બતાવી શકે છે, તેમ અતિકુશલ પુરુષો અસત્યને પણ સત્ય બતાવે છે.” (૧૫૩) દીક્ષા લેનારમાં સમ્યક્ત્વ – જ્ઞાન - ચારિત્રની પરિણતિ કેવી છે તેની તે તે ઉપાયોથી પરીક્ષા કરવી. પરીક્ષાનો કાળ પ્રાયઃ છ મહિના છે, અર્થાત છ મહિના સુધી તે તે ઉપાયોથી પરીક્ષા કરવી. પરીક્ષાનો છ મહિનાનો કાળ સામાન્યથી છે, વિશેષથી તો તેવા પ્રકારના પાત્રની અપેક્ષાએ અલ્પ કે વધારે પણ હોય. તથા સામાયિક સૂત્ર ઉપધાન ન કર્યા હોય તેને પણ કંઠથી આપવું. બીજાં પણ સૂત્રો પાત્રતા પ્રમાણે ભણાવવા. (૨૨) તથા રંગનાથનુજ્ઞા તેર રૂાર૪૨ રૂતિ . गुरूजनो माता-पित्रादिलक्षणः, आदिशब्दात् भगिनी-भार्यादिशेषसम्बन्धिलोकपरिग्रहः, तस्य अनुज्ञा 'प्रव्रज त्वम्' इत्यनुमतिरूपा विधिरित्यनुवर्तते ।।२३।। ગુરુજન વગેરેની અનુજ્ઞા લેવી. માતા - પિતા વગેરે વડિલ જનની તથા બહેન ૨ ૨૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy