SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ચોથો અધ્યાય મન-વચન-કાયાના વિકારથી રહિત હોય, (૭) (વનવત્સન:) શ્રમણની પ્રધાનતાવાળા સાધુ - સાધ્વી - શ્રાવક – શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું યથાયોગ્ય વાત્સલ્ય કરનારા હોય, (૮) (સહિતરત:) હિત કરવાના છે તે જાદા જાદા ઉપાયો કરીને સામાન્યથી સર્વ જીવોનું પ્રિય કરવામાં તત્પર હોય, (૯) (સાય: જેનું વચન બીજાઓ સ્વીકારી લે તેવા (= માનનીય) હોય, (૧૦) (અનુવર્તવઃ) જુદા જુદા સ્વભાવવાળા જીવોમાં બીજા ગુણોનું આરોપણ કરવાની બુદ્ધિથી અનુકૂલ સ્વભાવવાળા હોય, (૧૧) (અશ્મીર:) રાગ - દ્વેષ વગેરે અવસ્થામાં પણ જેનું હૃદય કળી ન શકાય તેવા હોય, અર્થાત્ રાગ - દ્વેષ વગેરેના પ્રસંગમાં પણ જે રાગ - દ્વેષને આધીન ન બને તેવા હોય, (૧૨) (વિષાવી) પરીષહ આદિથી પરાભવ પામવા છતાં શરીરરક્ષા આદિ માટે જે દીનતા ન કરે તેવા હોય, (૧૩) (ઉપશમથ્યાતિસંપન્ન:) ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્ત લબ્ધિ એ ત્રણ લબ્ધિથી યુક્ત હોય. ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક વસ્ત્ર – પાત્ર આદિ વસ્તુને મેળવવાની શક્તિ. સ્થિરહસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રત પાલન આદિમાં સ્થિર કરવાની શક્તિ. (૧૪) (પ્રવવનાર્થવક્તા -) આગમના અર્થને યથાવસ્થિત ( = જે પ્રમાણે અર્થ થતો હોય તે પ્રમાણે) કહે, (૧૧) (સ્વગુર્યનુજ્ઞાત"દા:) જેને પોતાના ગચ્છનાયકે આચાર્યપદે સ્થાપિત કર્યા હોય. આટલા ગુણો ગુરુમાં હોવા જોઈએ. અહીં દીક્ષાને યોગ્ય જીવના સોળ ગુણો કહ્યા અને ગુરુના પંદર ગુણો કહ્યા. (૪) उत्सर्गपक्षश्चायम्, अथात्रैवापवादमाह પરિદ્ધિપુખદીની મધ્યમા-ઝવર પારરૂકા તિ पादेन चतुर्थभागेन अर्द्धन च प्रतीतरूपेण प्रस्तुतगुणानां हीनौ न्यूनौ प्रव्राज्यप्रव्राजको मध्यमा-ऽवरौ मध्यम-जघन्यौ क्रमेण योग्यौ स्यातामिति ।।५।। દીક્ષાને યોગ્ય જીવના સોળ ગુણ અને ગુરુના પંદર ગુણો કહ્યા એ ઉત્સર્ગ પક્ષ છે. હવે અહીં જ અપવાદને કહે છે : ચોથા ભાગના અને અર્ધા ભાગના ગુણો જેનામાં ઓછા હોય તે અનુક્રમે મધ્યમ અને જઘન્ય યોગ્ય છે. પૂર્વે દીક્ષાને યોગ્ય જીવના જેટલા ગુણો કહ્યા છે ૨૧૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy