SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ।।१३८।। (षोड० १४/१) त(त) त्त्वग इति निर्वृतजिनस्वरूपप्रतिबद्ध इति ।।८५।। યોગનો અભ્યાસ કરવો. સાલંબન અને નિરાશંલન એમ બે પ્રકારના યોગનો અભ્યાસ કરવો. અભ્યાસ એટલે વારંવાર અનુશીલન યોગ અંગે કહ્યું છે કે “મુખ્ય યોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો જાણવો. યોગ એટલે ધ્યાન. આલંબન સહિત તે સાલંબન. ચક્ષુ વગેરેથી જાણી શકાય તેવી પ્રતિમા વગેરે વસ્તુના આલંબન દ્વારા થતો યોગ (= ધ્યાન) સાલંબન યોગ છે. આલંબનથી રહિત તે નિરાલંબન. છધ્યસ્થ જીવ જેનું ધ્યાન કરે તે વસ્તુ આંખ વગેરેથી દેખી શકાય નહિ તો તે ધ્યાન નિરાલંબન યોગ છે. સમવસરણમાં બિરાજમાન જિનનું ધ્યાન સાલંબન યોગ છે. મુક્તિને પામેલા પરમાત્માના કેવલજ્ઞાનાદિ સ્વરૂપનું ધ્યાન નિરાલંબન યોગ છે.” (૮૫) तथा- नमस्कारादिचिन्तनम् ॥८६॥२१९॥ इति । नमस्कारस्य, आदिशब्दात्तदन्यस्वाध्यायस्य च चिन्तनं भावनम् ।।८६।। નમસ્કાર આદિનું ચિંતન કરવું. નમસ્કાર મહામંત્રનું કે અન્ય સ્વાધ્યાયનું ચિંતન કરવું. અર્થાત્ નમસ્કાર મહામંત્રનો જાપ કરવો કે સ્વાધ્યાય કરવો. (૮૬) તથા પ્રશસ્તમાયા ગટગાર૨ ફુતિ . तथा तथा क्रोधादिदोषविपाकपर्यालोचनेन प्रशस्तस्य प्रशंसनीयस्य भावस्य अन्तःकरणरूपस्य क्रिया करणम्, अन्यथा महादोषभावात्, यदुच्यतेचित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते। यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ।।१३९। (हा ० अष्टके २४/७) इति ।।८७।। અંતઃકરણને પ્રશસ્ત બનાવવું. ક્રોધાદિ દોષોના વિપાકની તે તે રીતે વિચારણા કરીને અંતઃકરણને પ્રશસ્ત (= શુભ) કરવું. કારણકે જો અંત:કરણને શુભ ન કરવામાં આવે તો મોટો દોષ થાય. કહ્યું છે કે “રાગાદિ સંક્લેશોથી રહિત ચિત્તરૂપરત્ન આંતરિક = આધ્યાત્મિક ધન કહેવાય છે. જેનું તે ચિત્તરત્ન રાગાદિ ચોરોથી ચોરાઈ ગયું તેને હર્ષ-વિષાદ આદિ અથવા દુર્ગતિમાં ગમનરૂપ વિપત્તિઓ ૨૦૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy