SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય तदतिचाराणां दिग्व्रतानुसारितयैवोपलम्भाद्, अत्रोच्यते, यथोपलक्षणतया शेषव्रतसंक्षेपकरणमपि देशावकाशिकमुच्यते तथोपलक्षणतयैव तदतिचारा अपि तदनुसारिणो द्रष्टव्याः, अथवा प्राणातिपातादिसंक्षेपकरणेषु बन्धादय एवातिचारा घटन्ते, दिग्व्रतसंक्षेपे तु संक्षिप्तत्वात् क्षेत्रस्य शब्दानुपातादयोऽपि स्युरिति भेदेन दर्शिताः, न च सर्वेषु व्रतभेदेषु विशेषतोऽतिचारा दर्शनीयाः, रात्रिभोजनादिव्रतभेदेषु तेषामदर्शितत्वादिति ।।३२।। હવે બીજા શિક્ષાપદના અતિચારોને કહે છે : આનયનપ્રયોગ, પ્રેધ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુગલક્ષેપ એ પાંચ અતિચારો બીજા શિક્ષાપદ (= દેશાવગાણિક) વ્રતના છે. • આનયન પ્રયોગઃ પરિમાણ કરેલા ક્ષેત્રની બહાર રહેલી સચિત્ત વગેરે વસ્તુને હું લેવા જઈશ તો વ્રતભંગ થશે એમ વિચારી વ્રતભંગના ભયથી સ્વયમેવ આવનાર બીજાની પાસેથી સંદેશા આદિ દ્વારા મંગાવે. પ્રધ્યપ્રયોગ: પરિમાણ કરેલા ક્ષેત્રની બહાર કોઈ કામ પડતાં હું જઈશ તો વ્રતભંગ થશે એમ વિચારી વ્રતભંગના ભયથી તે કામ માટે બીજાને મોકલે. શબ્દાનુપાત : પરિમાણ કરેલા ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિને પોતાની પાસે બોલાવવા માટે ખાંસી આદિથી શબ્દ કરવો = અવાજ કરવો. (જેમકે – ઘરની બહાર ન જવું એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી કોઈ વ્યક્તિને મળવાની જરૂર પડતાં ખાંસી આદિથી અવાજ કરે જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જાણીને પોતાની પાસે આવે.) રૂપાનુપાતઃ પરિમાણ કરેલા ક્ષેત્રની બહાર કોઈ વ્યક્તિને બોલાવવા માટે તે વ્યક્તિને પોતાનું રૂપ ( = કાયા) બતાવે. (જમકે ઘરની બહાર ન જવું એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી વ્યક્તિને મળવાની જરૂર પડતાં ઘરની બારી આદિ પાસે તેવી રીતે ઊભો રહે, જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જોઈને પોતાની પાસે આવે.). પુલક્ષેપઃ પરિમાણ કરેલા ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિને હું અહીં • આનયન પ્રયોગ વગેરે શબ્દોનો શબ્દાર્થ આ પ્રમાણે છે: આનયન એટલે લાવવું. પ્રયોગ એટલે જોડવો. બીજાને લાવવામાં જોડવો તે આનયન પ્રયોગ. પ્રખ્ય એટલે આદેશ કરવા યોગ્ય માણસ. આદેશ કરવા યોગ્ય માણસને જોડવો તે શ્રેષ્યપ્રયોગ. શબ્દનું કાનમાં આવવું = પ્રવેશવું તે શબ્દાનુપાત. રૂપનું = શરીરનું આંખમાં આવવું - પ્રવેશવું તે રૂપાનુપાત. ખાંસી આદિથી અવાજ કરવાથી તે અવાજ જેને બોલાવવો છે તેના કાનમાં પ્રવેશે છે. એ રીતે પોતાની કાયાને તે એ રીતે રાખે જેથી તે કાયા તેની આંખમાં પ્રવેશે – તેને દેખાય. કાંકરા વગેરે પુગલોને ફેંકવા તે પુદ્ગલક્ષેપ. ૧૭૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy