SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ શરીરનાં અંગોને અનેક રીતે વિકૃત કરીને ભાંડ લોકો કરે તેવી ચેષ્ટા કરવી, જેથી બીજાને હસવું આવે તે કૌત્સુચ્ય છે. • અહીં સામાચારી આ પ્રમાણે છે:- જેવાં વચનોથી લોકોને હસવું આવે તેવાં વચનો બોલવા ન કલ્પે. એ પ્રમાણે જેનાથી હસવું આવે એવી બેશવા - ઉઠવાની કે ચાલવાની ક્રિયા કરવી ન કલ્પે. કંદર્પ અને કૌત્યુચ્ય બે દોષો પ્રમાદરૂપ હોવાથી પ્રમાદ આચરણવ્રતના અતિચારો છે. મૌખર્ય : (મુખ જેને છે તે મુખર કહેવાય, મુખરનો ભાવ કે ક્રિયા તે મૌખર્ય) ધિઠ્ઠાઇ જેવું, અસભ્ય, અસત્ય અને સંબંધ વિનાનું બોલવું તે મૌખર્ય. આ અતિચાર પાપોપદેશના વ્રતનો છે. કારણકે મૌખર્યથી પાપોપદેશ થવાનો (બહુ) સંભવ છે. અસમીથ્યાધિકરણ ઃ તેવા પ્રકારનો કાર્યનો વિચાર કર્યા વિના જ અર્થાત્ કામ ન હોવા છતાં કુહાડો, ખાંડણીયું, વાટવાનો પથ્થર, ઘંટી વગેરે અધિકરણો ગોઠવીને (જોડેલાં) તૈયાર રાખવા તે અસમીક્ષાધિકરણ અતિચાર છે. અહીં સામાચારી આ પ્રમાણે છેઃ શ્રાવકે ગાડું વગેરે અધિકરણો જોડેલાં ન રાખવા જોઇએ. (જેમ કે ખાંડણીયા સાથે સાંબેલું, હળ સાથે ફાળિયું = કોશ, ગાડા સાથે ધોંસરી વગેરે અધિકરણો જોડીને ન રાખવા) આ અતિચાર હિંસપ્રદાન વ્રતનો છે. ઉપભોગાધિકત્વ ઃ અહીં ઉપભોગના ઉપલક્ષણથી ભોગનું પણ ગ્રહણ કરવું. ભોગ – ઉપભોગનો અર્થ પૂર્વે જણાવેલો છે. ભોગ - ઉપભોગની સામગ્રી અધિક રાખવી તે ઉપભોગાધિકત્વ અતિચાર છે. અહીં સામાચારી આ પ્રમાણે છે : જો શ્રાવક તેલ - આમળાં ધણાં લે તો તેના લોભથી ઘણા માણસો સ્નાન કરવા તળાવ આદિ સ્થળે જાય. તેથી પોરા વગેરે જીવોની હિંસા ધણી થાય. એ પ્રમાણે તંબોલના પાન આદિ વિષે પણ જાણવું. આથી શ્રાવકને તેવી સામગ્રી જરૂરીયાત કરતાં વધારે રાખવી ન કલ્પે. ત્રીજો અધ્યાય પ્રશ્ન : તો પછી ઉપભોગ અંગેનો શ્રાવક માટે શો વિધિ છે ? ઉત્તર ઃ ઉપભોગમાં સ્નાન અંગે વિધિ આ પ્રમાણે છેઃ- શ્રાવકે ઘરે જ સ્નાન : કરવું જોઇએ. હવે જો ઘરે સ્નાન કરવાની અનુકૂળતા ન હોય તો ઘરે તેલ - આમળાથી માથું ઘસીને માથા ઉપરથી તેલ - આમળા સંપૂર્ણ ખંખેરીને તળાવ વગેરે વિશ્વનાં એટલે અનુકરણ કરવું -1 નકલ કરવી. ૧૭૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy