SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધ્યાય ધર્મબિંદુપ્રક૨ણ લાભ તે સમાય. અથવા સમ એટલે રાગ અને દ્વેષની વચ્ચે રહેવાના કારણે મધ્યસ્થ એવો જીવ, સમને = મધ્યસ્થ રહેનારને સમ્યગ્દર્શન આદિનો જે લાભ તે સમાય. અથવા સમ શબ્દના સ્થાને સામન્ શબ્દ સમજવો. સામન્ એટલે સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ. સામન્નો એટલે કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનો લાભ તે સમાય. અહીં જણાવેલી ત્રણે વ્યુત્પત્તિમાં સ્વાર્થમાં ફર્ પ્રત્યય લેવાથી સામાયિક શબ્દ બને. સામાયિક એ જીવનો સાવઘ યોગના પરિહાર રૂપ અને નિરવઘયોગના આચરણ રૂપ પરિણામ છે, અર્થાત્ સામાયિક એટલે સાવધયોગને તજવાનો અને નિરવદ્યયોગને આચરવાનો જીવનો પરિણામ. h પૂર્વે સ્વીકારેલા દિગ્દતમાં સો યોજન વગેરે જે પરિમાણ કર્યું હોય તે પરિમાણના દેશમાં = વિભાગમાં જેનો અવકાશ = સ્થાન છે તે દેશાવગાશ. પ્રશ્નઃ દિવ્રતમાં કરેલા પરિમાણના દેશમાં આ વ્રતનું સ્થાન કેવી રીતે છે? ઉત્તરઃ દિવ્રતમાં એકી સાથે અમુક કાળ સુધી સો યોજન વગેરે પરિમાણ કર્યું હોય છે. એ પરિમાણનો આ વ્રતમાં દરરોજ સંક્ષેપ કરવામાં આવે છે. સંક્ષેપ કરીને દરરોજ તેનું પચ્ચક્ખાણ ક૨વામાં આવે છે. માટે આ દિવ્રતમાં કરેલા પરિમાણના દેશમાં આ વ્રતનું સ્થાન છે. (ટીકામાં આવેલા શબ્દોનો આ ભાવાર્થ લખ્યો છે. તેનો સાર આ પ્રમાણે છેઃ- દિવ્રતમાં દશ દિશાઓમાં જવાની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દ૨૨ોજ યથાયોગ્ય અમુક દેશનો (= ભાગનો) સંક્ષેપ કરવો તે દેશાવગાસિક. દા. ત. દરેક દિશામાં હજાર કિલોમીટરથી દૂર ન જવું એમ દિવ્રતમાં પરિમાણ કર્યું છે. તો આ વ્રતમાં દ૨૨ોજ જ્યાં જ્યાં જવાની સંભાવના હોય તેટલો જ દેશ છૂટો રાખી બાકીના દેશનો નિયમ કરવો. આ વ્રત દરરોજ લેવામાં આવે છે. દિવ્રત બારવ્રતો સ્વીકારતી વખતે એકજ વાર લેવામાં આવે છે.) પુષ્ટિને કરે તે પૌષધ. આઠમ અને ચૌદશ વગેરે પર્વદિવસ પૌષધ છે. (કારણ કે પર્વદિવસ આત્માની પુષ્ટિ કરે છે.) જેના દોષો દૂર થયા છે એવા આત્માનો આહા૨ત્યાગ વગેરે ગુણોની સાથે વાસ તે ઉપવાસ. કહ્યું છે કે “દોષોથી દૂર થયેલા આત્માનો ગુણોની સાથે સારી રીતે વાસ થાય તે ઉપવાસ જાણવો, પણ શરીરને શુકવી નાખવું એ ઉપવાસ નથી.’’ પૌષધમાં ઉપવાસ કરવો તે પૌષધોપવાસ વ્રત, અર્થાત્ પર્વદિવસે ઉપવાસ કરવો તે પૌષધોપવાસ વ્રત. વીતરાગના ધર્મમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા અતિથિ છે. ૧૪૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy