SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય શુભચિંતન કરવું ઈત્યાદિ મનોયોગની શુદ્ધિ છે. વંદનશુદ્ધિઃ “પ્રણિપાત” વગેરે દંડક સૂત્રોનું અસ્મલિત અને અમિલિત આદિ ગુણોથી યુક્ત ઉચ્ચારણ કરવું અને ભ્રાન્તિ વિના કાયોત્સર્ગ કરવો એ વંદનશુદ્ધિ છે. અસ્તુલિત આદિ ગુણો આ પ્રમાણે છે:- અખ્ખલિતઃ અચકાયા વિના બોલવું, અર્થાત જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે, તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જૉઈએ. અમીલિતઃ ઉતાવળથી પદો એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. અવ્યત્યાગ્રંડિતઃ જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે બોલવું. પ્રતિપૂર્ણ અનુસ્વાર, માત્રા વગેરે દબાઈ ન જાય તેમ શુદ્ધ બોલવું. પ્રતિપૂર્ણ ઘોસઃ ઉદાત્ત, અનુદાત્ત (ઊંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી બોલવું. કંઠોષ્ઠવિપ્રમુક્ત સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બોલતાં સ્પષ્ટ બોલવાં. ગુરુવચનોપગતઃ સૂત્રો ગુરુ પાસેથી શિખેલાં હોવાં જોઈએ. નમુસ્કુર્ણ સૂત્રને પ્રણિપાત (=નમસ્કાર) સૂત્ર કહેવામાં આવે છે. નમુત્થણ, અરિહંત ચેઈઆણં, લોગસ્સ, પુકૂખરવરદીવડુઢ અને સિદ્ધાણં બુદ્ધાણે એ પાંચ સૂત્રોની “દંડક' સંજ્ઞા છે. નિમિત્તશુદ્ધિ :- શંખ અને નગારા વગેરે (વાજિંત્રો) ના ધ્વનિનું શ્રવણ, પૂર્ણકુંભ, ઝારી, છત્ર, ધ્વજ અને ચામર આદિનાં દર્શન, શુભ ગંધ આવવી વગેરે નિમિત્તશુદ્ધિ છે. દિશાશુદ્ધિ - પૂર્વ કે ઉત્તરદિશા તરફ, અથવા જિન કે જિનમંદિર વગેરે જે દિશામાં હોય તે દિશા તરફ મુખ રહે તે રીતે વ્રતોનો સ્વીકાર કરવો તે દિશાશુદ્ધિ છે. આગારશુદ્ધિ :- પ્રત્યાખ્યાનના રાજાભિયોગ વગેરે છ આગારોની છૂટી રાખવી તે આગારશુદ્ધિ છે. (૧૪) તથા– હરિતોષવારશ્ય 99૪૮ તિઓ उचितो देव-गुरु-साधर्मिक-स्वजन-दीना-ऽनाथादीनामुपचारार्हाणां यो यस्य योग्य उपचारो धूप -पुष्प-वस्त्र-विलेपना-ऽऽसनदानादिगौरवात्मकः, स च, विधिरित्यनुवर्तत રૂતિ ||9| તથા આ પણ વિધિ છેઃ ૧૩૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy