SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય પ્રમાણથી અધિક કર્મસ્થિતિ ક્યારેય બંધાતી નથી. દીર્ઘ કર્મસ્થિતિનું કારણ તીવ્ર સંક્લેશ છે. એટલે એકવાર સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી સમ્યકત્વ ચાલ્યું જાય તો પણ કર્મસ્થિતિ દીર્ધ બંધાતી નથી, એ જ સૂચવે છે કે તીવ્ર સંક્લેશ થતો નથી.) (૭૦) તથા સત્યપાવે = કુતિઃ ૭૭૨૬ રૂતિ ! असति अविद्यमाने अपाये विनाशे सम्यग्दर्शनस्य परिशुद्धभव्यत्वपरिपाकसामर्थ्यान्मतिभेदादिकारणानवाप्तौ न नैव दुर्गतिः कुदेवत्व-कुमानुषत्व-तिर्यक्त्वनारकत्वप्राप्तिः संपद्यते, किन्तु सुदेवत्व-सुमानुषत्वे एव स्याताम्, अन्यत्र पूर्वबद्धायुष्केभ्य તિ //9. - સમ્યગ્દર્શનનો નાશ ન થાય તો દુર્ગતિ ન થાય. ભવ્યત્વના પરિશુદ્ધ પરિપાકના સામર્થ્યથી સમ્યકત્વનાશના મતિભેદ આદિ કારણો પ્રાપ્ત ન થવાના કારણે એ સમ્યગ્દર્શનનો નાશ ન થાય તો જીવને કુદેવભવ, કુમનુષ્યભવ, તિર્યંચભવ અને નારકભવની પ્રાપ્તિ રૂપ દુર્ગતિ થતી જ નથી. કિંતુ સુદેવભવ અને સુમનુષ્યભવરૂપ સદ્ગતિની જ પ્રાપ્તિ થાય છે. અહીં એક અપવાદ છે. તે આ પ્રમાણે :- સમ્યકત્વપ્રાપ્તિની પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તેવા જીવો સિવાય આ નિયમ છે. (સમ્યકત્વપ્રાપ્તિની પૂર્વે દુર્ગતિનું આયુષ્ય બાંધી દીધું હોય તો સમ્યકત્વની હાજરીમાં પણ જીવ દુર્ગતિમાં જાય એવું બને. આનો સાર એ આવ્યો કે જો જીવ સમ્યકત્વની હાજરીમાં આયુષ્ય બાંધે તો નિયમા સુદેવગતિનું કે સુમનુષ્યગતિનું જ આયુષ્ય બાંધે.) (૭૧) તથા વિશુદ્ધેશ્યાત્રિ ૭રા રૂ. તિ विशुद्धः परिशुद्धनिःशङ्किततत्त्वादिदर्शनाचारवारिपूरप्रक्षालितशङ्कादिपङ्ककलङ्कतया प्रकर्षप्राप्तिलक्षणायाः सम्यग्दर्शनसत्कायाः सकाशात्, किमित्याह-चारित्रं सर्वसावद्ययोगपरिहार-निरवद्ययोगसमाचाररूपं संपद्यते, शुद्धसम्यक्त्वस्यैव चारित्ररूपत्वात्, यथा चाचारसूत्रम् - जं मोणं ति पासहा तं सम्मं ति पासहा। ૧૧૧
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy