SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય यदि नामैवमापद्यते तथापि को दोष इत्याह દૃષ્ટવાળા દ્રારા વિશે दृष्टस्य सर्वलोकप्रतीतस्य देहकृतस्यात्मना आत्मकृतस्य च देहेन यः सुखदुःखानुभवः तस्य इष्टस्य च शास्त्रसिद्धस्य बाधा अपहवः प्राप्नोति, तथाहि- दृश्यत एवात्मा देहकृताचौर्य - पारदार्याद्यनार्यकार्याच्चारकादौ चिरं शोक - विषादादीनि दुःखानि समुपलभमानः, शरीरं च तथाविधमनःसंक्षोभादापन्नज्वरादिजनितव्यथामनुभवदिति, न च दृष्टेष्टापलापिता युक्ता सताम, नास्तिकलक्षणत्वात् तस्याः ||६३।। જો આ પ્રમાણે (= શરીરે કરેલું કર્મ આત્મા ન ભોગવે અને આત્માએ કરેલું શરીર ન ભોગવે એમ) થાય તો પણ શો દોષ થાય તે કહે છે : દૃષ્ટ અને ઈષ્ટનો અપલાપ થાય. દૃષ્ટ એટલે લોકમાં પ્રસિદ્ધ. ઇષ્ટ એટલે શાસ્ત્રથી સિદ્ધ. દેહે કરેલાં કર્મને આત્મા ભોગવે છે = સુખ – દુઃખ અનુભવે છે, અને આત્માએ કરેલા કર્મને શરીર ભોગવે છે એ બીજા સર્વલોકમાં પ્રતીત હોવાથી દૃષ્ટછે, તથા એ બીના શાસ્ત્રથી સિદ્ધ હોવાથી ઇષ્ટ પણ છે. શરીરે કરલું કર્મ આત્મા ન ભોગવે અને આત્માએ કરેલું કર્મ શરીર ન ભોગવે એમ માનવાથી આ દૃષ્ટ અને ઇષ્ટનો અપલાપ થાય. આત્મા શરીરે કરેલા ચોરી, પરદારાગમન આદિ પાપ કાર્યોથી કેદખાના વગેરેમાં લાંબા કાળ સુધી શોક – વિષાદ વગેરે દુઃખોને પ્રાપ્ત કરતો દેખાય જ છે. તથા શરીર તેવા પ્રકારના મનના સંક્ષોભથી થયેલા તાવ વગેરેથી ઉત્પન્ન થયેલી પીડાને અનુભવે છે. દૃષ્ટ - ઈષ્ટનો અપલાપ કરવો એ સજ્જન માટે યોગ્ય નથી. દૂષ્ટ – ઇષ્ટનો અપલાપ કરવો એ નાસ્તિકનું લક્ષણ છે. (૬૩) इत्थं सर्वथा नित्यमनित्यं च तथा देहाद् भिन्नमभिन्नं चात्मानमङ्गीकृत्य हिंसादीनामसम्भवमापाद्योपसंहरन्नाह अतोऽन्यथैतत्सिद्धिरिति तत्त्ववादः ॥६४॥१२२। इति । अतः एकान्तवादाद् अन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समभ्युपगम्यमाने एतत्सिद्धिः हिंसादिसिद्धिः, तत्सिद्धौ च तन्निबन्धना बन्धमोक्षसिद्धिः, इति एष तत्त्ववादः प्रतिज्ञायते, योऽत्त्ववेदिना पुरुषेन वेदितुं न पार्यते इति ।।६४।। આ પ્રમાણે એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય,તથા એકાંતે દેહથી ૧૦પ
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy